રાજ્યસભામાં પાસ થયુ એસસી/એસટી એક્ટ સંશોધન બિલ

લોકસભા તરફથી મંગળવારે બિલને મંજુરી મળી હતી
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 21:52:52 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 21:56:05 +0530

દલિત સમાજમાં ખુશીની લહેર

એસસી-એસટી એક્ટમાં સંશોધન બિલને રાજ્યસભા તરફથી મંજુરી મળી ગઈ છે. આ સાથે જ હવે સુપ્રીમ કોર્ટ તરફથી આ એક્ટ અંતર્ગત તાત્કાલિક ધરપકડના પ્રાવધાન પર લગાવાયેલ રોક પણ સમાપ્ત થઈ ગઈ છે. લોકસભા તરફથી આ સંશોધન બિલને મંગળવારે મંજુરી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે ૧૯ મેના રોજ એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરીયાદ મળતા તત્કાલ ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટાપાયે આ કાયદાનો દુરુપયોગ થતો હોવાની વાતનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ દલિતો દ્વારા સુપ્રીમના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સંગઠનોએ સરકારને કોર્ટના નિર્ણયને પડકારવા માટે અપીલ કરી હતી અને નિર્ણયને દલિતો વિરુદ્ધ ગણાવ્યો હતો.

દલિત સમુદાય વચ્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ભારે વિરોધ થયા બાદ સહયોગી દળોએ પણ ભાજપ પર દબાણ વધારી દીધુ હતું. એટલુ જ નહીં પાર્ટીના દલિત સાંસદોએ પણ જુના એક્ટને લાગુ કરવા માંગ કરી હતી. ત્યારબાદ ભાજપની લીડરશીપવાળી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકારવા માટે સંશોધન બિલ લાવવાનો નિર્ણય કર્યો હતો. આપને જણાવી દઈએ કે, આ મામલે સુપ્રીમ કોર્ટે પુર્નવિચાર અરજીને પણ ફગાવી દીધી હતી. જોકે હવે સંશોધન બિલમાં એ તમામ જુના કાયદાને સામેલ કરવામાં આવશે, જે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાંથી હટાવી દીધા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.