આગામી ત્રણ વર્ષમાં કરીશ લગ્ન : પરિણીતી

હાલમાં જ તેની પિતરાઈ બહેન પ્રિયંકાએ સગાઈ કરી
By: admin   PUBLISHED: Tue, 09 Oct 2018 15:32:06 +0530 | UPDATED: Tue, 09 Oct 2018 15:32:06 +0530

મુંબઈ,

અભિનેત્રી પરિણીતી ચોપડા પોતાની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડને લઈ ખૂબ જ ઉત્સાહિત છે, હાલ તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે પરિણીતી આ ફિલ્મ કરતા પણ વધુ પોતાના લગ્નને લઈ ઉત્સાહિત જોવા મળી રહી છે. હાલમાં જ તેની પિતરાઈ બહેન પ્રિયંકાએ સગાઈ કરી છે.  જેને લઈ પરિણીતી પણ ખૂબ જ ખુશ છે અને તે પણ હવે બહુ ઝડપી લગ્ન કરવા માંગે છે. 

હાલમાં જ પરિણીતીએ જણાવ્યુ કે, હું આગામી ત્રણ વર્ષની અંદર લગ્ન કરી લઈશ.જોકે, ત્યાં સુધી હું મારા કરીયર પર ધ્યાન આપવા માંગુ છું. હું કંઈક સારુ કામ કરવા માંગુ છું. પરિણીતીએ જણાવ્યુ કે પ્રિયંકા અને નિકની જોડી ખૂબ જ ક્યુટ છે અને અમારી ફેમિલી તેમના લગ્નને લઈ ખૂબ જ ઉત્સાહિત છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.