મહિલા વિશે કમેન્ટ કર્યા પછી હાર્દિક પર તોળાઇ બીસીસીઆઇની તલવાર,પહેલી વન-ડેમાંથી બહાર

કોફી વિથ કરણમાં હાર્દિકે મહિલાઓ વિશે અજુગતી કમેન્ટ કરી હતી.
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 17:37:47 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 21:00:01 +0530

મુંબઇ

કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલા વિશે અજુગતી કમેન્ટ કરવા બદલ ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર્સ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ શનિવારના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પ્રથમ વનડેમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની વહીવટી સમિતિના સભ્ય ડાયેના એડલજીએ બન્ને ક્રિકેટર્સ વિરુદ્ધ કાર્યવાહી બાકી હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.જેને પગલે બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વન-ડે ટીમ માટે એલ રાહુલનું નામ ધ્યાનમાં લેવાયું નથી જ્યારે પંડ્યાને શનિવારની એક મેચમાં નહીં રમાડવામાં આવે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય લેવાનો હજુ બાકી છે.

બીસીસીઆઈના સૂત્રોના મતે સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે બન્ને ક્રિકેટર્સને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે પંડ્યાને આવતીકાલની મેચમાં નહીં રમવા અંગે જાણ કરી દેવામાં આવી છે. દરમિયાન પ્લેયિંગ ઈલેવન માટે રાહુલનું નામ ધ્યાનમાં લેવાયું નથી.

ગુરુવારે બોર્ડની વહીવટી સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે બન્ને ખેલાડીઓ પર બે-બે મેચના પ્રતિબંધની ભલામણ કરી હતી. જ્યારે ડાયના એડલજીએ આ બાબત બોર્ડની કાયદાકીય સમિતિને મોકલવાનો મત આપ્યો હતો. જો કે શુક્રવારે ક્રિકેટર્સ વિરુદ્ધ કાર્યવાહી પેન્ડિંગ રહેતા તેમને સસ્પેન્ડ કરવા એડલજીએ જણાવ્યું હતું.

 

આ પણ વાંચો 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.