પેશાવરમાં ચુંટણી રેલીમાં આત્મઘાતી હુમલો : ૧૫ના મોત

હુમલામાં આવામી નેશનલ પાર્ટીના નેતા હારુન બિલ્લોરીનુ મોત : તાલિબાને હુમલો કર્યાની આશંકા
By: admin   PUBLISHED: Thu, 12 Jul 2018 00:26:13 +0530 | UPDATED: Thu, 12 Jul 2018 00:26:36 +0530

૬૫થી વધુ લોકો ઘાયલ થયા

પાકિસ્તાનમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ચુસ્ત સુરક્ષાના દાવાઓ વચ્ચે પેશાવરના યાકાતુત વિસ્તારમાં એક ચુંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આવામી નેશનલ પાર્ટીના નેતા હારુન બિલ્લોરી સહિત ૧૫થી વધુ લોકોના મોત થયા છે. તેમજ ૬૫થી પણ વધુ લોકો ઘાયલ થયા છે જેમને પેશાવરની લેડી રીડીંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.


ઘાયલો પૈકી અનેક લોકોની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે, જેના કારણે મૃતાંક વધે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આવામી નેશનલ પાર્ટીના નેતા હારુન બિલ્લોરી પોતાના કાર્યકર્તાઓ સાથે ચુંટણી રેલી માટે એકઠા થયા હતા. બિલ્લોરી મંચ પર પહોંચ્યા તે સમયે જ શંકાસ્પદ આત્મઘાતી હુમલાવરે પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટમાં બિલ્લોરી ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતું. આ રેલીમાં ૩૦૦થી વધુ લોકો હાજર હતા.


સુરક્ષા એજન્સીઓએ જણાવ્યુ છે કે આ વિસ્ફોટ માટે ઓછામાં ઓછા ૧૨ કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો. મહત્વનુ છે કે હારુન બિલ્લોરીના પિતા બસીર અહેમદ બિલ્લોરી પણ ૨૦૧૨માં પેશાવરમાં પાર્ટીની બેઠક દરમિયાન તાલીબાને કરેલ આત્મઘાતી હુમલામાં મોતને ભેટ્યા હતા. ત્યારે આ હુમલા પાછળ પણ તાલિબાનનો હાથ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. હુમલાની નિંદા કરતા પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ચેરમેન ઈમરાન ખાનને રાજકીય પાર્ટીઓને ચુંટણી રેલી દરમિયાન સુરક્ષા  પુરી પાડવા માંગ કરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.