પાકિસ્તાને ગુજરાત સરહદે ચાઇનીઝ ફાઇટર પ્લેન તૈનાત કર્યા,કરાંચી નજીકના એરબેઝ પર હલચલ વધી

પાકિસ્તાનના કરાંચી પાસે ભોલારીના એરબેઝ પર હલચલ વધી
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 13:07:29 +0530 | UPDATED: Fri, 13 Jul 2018 00:07:11 +0530


કરાંચી 

પાકિસ્તાન ફરીથી ગુજરાતના કચ્છ વિસ્તાર સાથે જોડાયેલ બોર્ડર પર સક્રિય થયાના અહેવાલ સામે આવ્યા છે.મળતી માહિતી મુજબ પાકિસ્તાને કરાંચીથી ઉત્તર બાજુએ આવેલા ભોલારીમાં એક આધુનિક સૈન્ય એરબેઝ બનાવ્યુ છે જેમાં ચીન પાસેથી ખરીદેલ જેએફ-૧૭ ફાઈટર વિમાનને તૈનાત કરવામાં આવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ હવાઈ વિસ્તાર પહેલાથી જ અહીં હતુ પરંતુ હાલમાં જ આને ફાઈટર વિમાન માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.અહીંની હવાઇપટ્ટી પર પણ કેટલાંક સમયથી પાકિસ્તાની ફાઇટર પ્લેનોની હલચલ વધી છે. પાકિસ્તાન પૂર્વ સીમા પર ભારતીય એરફોર્સની તાકાતનો સામનો કરવા માટે પાકિસ્તાની વાયુસેના મોટી સંખ્યામાં ચીન નિર્મિત જેએફ-૧૭ વિમાન સામેલ કરી રહ્યુ છે. પાકના હૈદરાબાદ બેઝથી થોડા અંતરે પાકિસ્તાની મરીનના એસએસજી કમાન્ડોએ પોતાનુ બેઝ તૈયાર કર્યુ છે. જ્યાં લશ્કર-એ-તોયબાના આતંકીઓને સમુદ્રના રસ્તાથી હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. પાકિસ્તાન તરફથી આ વિસ્તારને નજરમાં રાખીને ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમને ગુજરાતમાં ડીસામાં એક નવા એરબેઝના નિર્માણને લીલીઝંડી બતાવી દીધી છે. આ એરબેઝથી પાકિસ્તાન તરફથી થનાર હુમલાનો મુકાબલો કરી શકશે. પરંતુ આનુ નિર્માણ થવામાં ત્રણથી ચાર વર્ષ લાગી શકે છે.

પાકિસ્તાનના કરાંચીથી નોર્થ ઇસ્ટ બાજુએ આવેલા ભોલારીમાં ડિસેમ્બર 2017માં પાકિસ્તાન એર ફોર્સનું એરબેઝ શરૂ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાના ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત બનેલાં આ એરબેઝને તૈયાર કરવામાં ચીને ઘણી મદદ કરી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.