પાકિસ્તાનની સાથે જોડાયેલી ૨૬૨ કિમી સરહદ પર નથી કોઈ વાડ

પાક સાથેની ગુજરાતની કુલ ૫૧૨ કિમીની સરહદ જોડાયેલી છે : સુરક્ષા સામે ગંભીર આંખ મિચમણી
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 15:45:13 +0530 | UPDATED: Sat, 11 Aug 2018 17:12:53 +0530

ગુજરાતની સરહદોની સુરક્ષા રામભરોસે

ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે જોડાયેલી સમગ્ર ભારતની સરહદ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ સરહદ પર તૈનાત બીએસએફના જવાનોને એલર્ટ રહેવા માટેની સુચના આપવામાં આવી છે. પરંતુ તમે એ જાણીને ચોંકી ઉઠશો કે ગુજરાત સાથે જોડાયેલી પાકિસ્તાન સરહદની સુરક્ષા વ્યવસ્થા હજી પણ રામભરોસે છે.  એલર્ટ હોવા છતાં કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ પાકિસ્તાન સરહદ પર કોઈપણ પ્રકારનો સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો નથી.

ગુજરાતની પાકિસ્તાન સાથે કુલ ૫૧૨ કિલોમીટર લાંબી સરહદ જોડાયેલી છે.  પરંતુ તેમાંથી માત્ર ૩૪૦ કિલોમીટરની સરહદ પર તારબંધી કરવામાં આવી છે. એટલે કે ૨૬૨ કિલોમીટરની સરહદ હજી પણ ઘુસણખોરી માટે ખુલ્લી પડેલી છે.  જ્યારે ૭૮ કિલોમીટરની સરહદ પર  વાડ બનાવવાનું કામકાજ અધુરુ પડ્યુ છે.  ગુજરાતમાંથી લોકસભામાંથી પ્રતિનિધિત્વ કરતા ૧૬-૧૬ સાંસદો છે. પરંતુ આ સાંસદોએ ક્યારેય પણ ગુજરાતમાં અધુરી રહેલી તારની વાડનો પ્રશ્ન ઉઠાવ્યો નથી.

કેન્દ્રમાં ભાજપની સરકાર આવે અઢી વર્ષ કરતા પણ વધુ સમય થઈ ચુક્યો છે અને ગુજરાતમાં ૧૨-૧૨ વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્ર મોદી અત્યારે દેશના વડાપ્રધાન છે, જેઓ ગુજરાતની પરિસ્થિતિઓ અને સુરક્ષા સામેના ખતરાઓથી સારી રીતે વાકેફ છે. તેમ છતાં હજી સુધી આ વાડ બનાવવાનું કામ શરૂ થઈ શક્યુ નથી. જેના કારણે  આતંકવાદીઓ માટે ગુજરાતમાં ઘુસવા માટે ખુલ્લુ મેદાન પડ્યુ છે.  મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી પંજાબ અને કાશ્મીર સરહદે સુરક્ષામાં વધારો કરાયા બાદ ગુજરાત - રાજસ્થાનની બોર્ડર પર આતંકી ગતિવિધિઓમાં વધારો થયો હોવાના અહેવાલ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.