રાણી પદ્માવતીના રૂપમાં દીપિકાનો ફર્સ્ટ લુક લોન્ચ

પદ્માવતીના રુપમાં દીપિકાએ જમાવ્યુ ગજબનુ આકર્ષણ, પોસ્ટરનુ ગ્રાફિક પણ ચર્ચાનુ કેન્દ્ર બન્યુ
By: admin   PUBLISHED: Thu, 21 Sep 2017 13:27:43 +0530 | UPDATED: Thu, 21 Sep 2017 13:27:43 +0530

ફિલ્મ ૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રીલીઝ થશે

સંજયલીલા ભણસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ પદ્માવતીનો ફર્સ્ટલુક આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરી દેવાયુ છે કે આ ફિલ્મ ૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રીલીઝ કરવામાં આવશે. આજે ફિલ્મના અભિનેતા રણવીરસિંહે ટિ્‌વટ કરીને પદ્માવતીનો ફર્સ્ટલુક શેર કર્યો હતો. આ ફિલ્મની વાર્તા રાજપુત રાણી પદ્માવતીના જીવન પર આધારીત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકામાં હશે.

સાથે જ શાહિદ કપુર ફિલ્મમાં પદ્માવતીના પતિ રાવલ રતન સિંહનું પાત્ર ભજવી રહ્યા છે. જ્યારે રણવીરસિંહ અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં જોવા મળશે. એવુ પ્રથમ વખત બની રહ્યુ છે કે રણવીરસિંહ કોઈ નેગેટીવ પાત્ર ભજવી રહ્યો છે. દીપિકા અને રણવીરસિંહની જોડી રામલીલા ફિલ્મથી ચર્ચામાં રહી છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી હતી. ત્યારબાદ આ બન્ને સંજયલીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. ત્યારે હવે આ જોડી ફરી એકવાર પદ્માવતીમાં સામે આવી રહી છે.  ત્યારે જોવાનુ એ રહેશે કે આ ફિલ્મને કેવી સફળતા મળે છે.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.