મુંબઈ સેન્સર બોર્ડ કાર્યાલય બહાર કરણી સેનાનો વિરોધ

કરણી સેનાના વિરોધ પ્રદર્શનને જોતા સેંસર બોર્ડના કાર્યાલય બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 21:21:42 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 21:21:58 +0530

પદ્માવત ફિલ્મને લઈ કર્યો ભારે હોબાળો

ફિલ્મ પદ્માવતીનું નામ બદલીને પદ્માવત કરી દેવામાં આવ્યુ છતા તેને લઈ વિરોધ યથાવત છે. ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ મુંબઈ ખાતે આવેલ સેન્સર બોર્ડના કાર્યાલય બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કરણી સેનાના વિરોધ પ્રદર્શન પહેલા કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત બંદબોસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કરણી સેના સતત સંજયલીલા ભણસાલીના ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહી છે. સેંસર બોર્ડે ફિલ્મને નવા નામ સાથે રીલીઝની મંજુરી આપી દીધી છે.તેમજ ફિલ્મમાં કેટલાક કટ પણ સુચવવામાં આવ્યા છે, જોકે તેમ છતા ફિલ્મને લઈ વિરોધ યથાવત છે.

કરણી સેનાનો આરોપ છે કે સંજયલીલા ભણસાલીએ ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કર્યા છે. જેથી રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. અગાઉ કરણી સેનાએ ફિલ્મની રીલીાઝ તારીખ જાહેર થતા સેંસર બોર્ડનો વિરોધ કરવાની ધમકી આપી હતી. કરણી સેનાએ ફિલ્મ રીલીઝ થશે તો સિનેમાઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાની પણ ધમકી આપી છે. એટલુ જ નહીં કરણી સેનાએ સેન્સર બોર્ડના નવા અધ્યક્ષ પ્રસૂન જોશીને હટાવવા પણ માંગ કરી છે.

કરણી સેનાએ સંજયલીલા ભણસાલી પર દેશદ્રોહનો કેસ અને હિન્દુ સંસ્સૃતિનુ અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે દેશભરમાં થઈ રહેલ ઉગ્ર વિરોધ વચ્ચે પણ વિવાદિત બની ગયેલ આ ફિલ્મ રીલીઝ થવાની તારીખ થોડા સમય પહેલા જ જાહેર કરાઈ છે. ત્યારે આગામી દિવસોમાં આ ફિલ્મ રીલીઝ થશે તો સંવેદનશીલ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુ બહાર જાય તેવી પણ ભીતી સેવાઈ રહી છે, જેના પગલે ૨૬મી જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ થાય તે પહેલા કેટલાક જાણીતા સિનેમાઘરોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે તેવી શક્યતા છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.