યુપી મૈનપુરમાં બસ પલટી ખાઇ જતાં 17ના મોત

યુપીમાં બસ ડિવાઇડર પર ચડી જતાં પલટી મારી ગઇ હતી
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 15:11:55 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 20:47:19 +0530


લખનઉ

ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં બુધવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા છે. જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે. જયપુરથી ફર્રુખાબાદ જઈ રહેલ ડબલ ડેકર ટુરીસ્ટ લક્ઝરી બસના સ્ટીયરીંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘાયલ મુસાફરોને સૈફઈ મિની પીજીઆઈ હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે.

બસના ડ્રાઇવરે રોડના ડિવાઇડર પર બસ ચડાવી દેતા પલટી ખાઇ ગઇ હતી.

સ્થાનિક પોલીસ અધિકારીઓએ ૧૭ લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. એસપી સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય મુસાફરોને અન્ય બસમાં બેસાડીને રવાના કરાયા હતા.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને અધિકારીઓને ઘાયલોને તમામ જરુરી સારવાર પુરી પાડવા આદેશ કર્યા છે. વહેલી સવારે ૫ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડ્રાઈવરને ઝોકુ આવી જતા તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. બસ મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે જયપુરથી ઉપડી હતી, જેમાં ૯૦ મુસાફરો સવાર હતા.  દુર્ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસની મદદ કરી હતી. સ્થાનિક પ્રશાસને ઘાયલોને તમામ પ્રકારની સારવારની ખાતરી આપી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.