પદ્મ પુરસ્કાર માટે મળ્યા ૧૨૦૦થી વધુ નોમિનેશન

પુરસ્કારના વિજેતાઓની જાહેરાત આગામી વર્ષે ગણતંત્ર દિવસે કરાશે :વેબસાઈટ પર ૧૬૫૪ નોંધણી થઈ
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:25:58 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:25:58 +0530

૧૫ સપ્ટેમ્બર સુધી થઈ શકશે નોમિનેશન

પદ્મ પુરસ્કારો માટે અત્યાર સુધી ૧૨૦૦થી વધુ નોમિનેશન મળ્યા છે. વિભિન્ન વિસ્તારોમાં વિશિષ્ટ અને ઉલ્લેખનીય કામગીરી માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ગૃહ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યુ છે કે, વેબસાઈટ પર અત્યાર સુધી ૧૬૫૪ નોંધણી થઈ છે. નોમિનેશન ભરવાની પ્રક્રિયા મે ૨૦૧૮થી શરુ કરવામાં આવી હતી. તમામ નાગરીક નોમિનેશન મોકલી શકે છે અથવા કોઈના નામની ભલામણ કરી શકે છે.

આ પુરસ્કારો માટે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી નોમિનેશન મોકલી શકાય છે. આ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત આગામી વર્ષે ગણતંત્ર દિવસના પ્રસંગે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલય, વિભાગો, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન, ભારત રત્ન અને પદ્મ પુરસ્કારથી સમ્માનિત લોકો અને અન્ય સંસ્થાઓથી નોમિનેશન આમંત્રિત કર્યા છે.

ગૃહ મંત્રાલયે ૨૫ એપ્રિલે પત્ર લખીને આવા લોકો અને સંસ્થાઓથી વિભિન્ન ક્ષેત્રોમાં ઉલ્લેખનીય ઉપલબ્ધિ મેળવનાર પ્રતિભાશાળી લોકોની ઓળખમાં મદદ કરવા આગ્રહ કર્યો હતો. પુરસ્કાર માટે અરજી અથવા ભલામણ ઓનલાઈન માત્ર પદ્મ પોર્ટલ પર જ કરી શકાય છે. પદ્મ પુરસ્કારમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ તથા પદ્મશ્રી સામેલ છે.  આ સમ્માન  ૧૯૫૪માં પ્રારંભ કરવામાં આવ્યા અને આ સમ્માનોની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસના પ્રસંગે કરવામાં આવે છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.