કોંગ્રેસના આ નેતાએ કહ્યું: જેટલી-માલ્યાએ મીટીંગ કરી હતી સસંદના હોલમાં

વિજય માલ્યાએ કહ્યું હતું વિદેશ જતાં પહેલાં તે નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યાં હતા.
By: Monika Vyas   PUBLISHED: Thu, 13 Sep 2018 12:58:11 +0530 | UPDATED: Sat, 15 Sep 2018 21:22:38 +0530


દિલ્હી

લીકર કિંગ વિજય માલ્યાએ લંડનમાં નાણાં મંત્રી અરૂણ જેટલી સાથેની મુલાકાતને લઈ આપેલ નિવેદન બાદ દેશમાં રાજકારણ ગરમાયુ છે.વિજય માલ્યાએ કહ્યું હતું વિદેશ જતાં પહેલાં તે નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યાં હતા.

જો કે અરૂણ જેટલીએ કહ્યું હતું કે તેમણે વિજય માલ્યાને કોઇ અધિકૃત એપોઇન્ટમેન્ટ આપી નહોતી.માલ્યા તેમને પાર્લામેન્ટની લોબીમાં મળ્યાં હતા.

Also Read

વિદેશ ફરાર થતાં પહેલાં વિજય માલ્યા અરૂણ જેટલીને મળ્યો હતો

આ મામલા પર કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે કે તેમણે અરુણ જેટલીને વિજય માલ્યા સાથે મળતા જોયા હતા. પુનિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અરૂણ જેટલી ખોટુ બોલે છે.તેણે (વિજય માલ્યા) ભારત છોડ્યું તેના બે દિવસ પહેલાં મેં તેમને અરૂણ જેટલી સાથે પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મીટીંગ કરતાં જોયા હતા. 

બુધવારે માલ્યાએ જેવી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો તેના થોડા સમય પછી અરુણ જેટલીએ પોતાના નિવેદનમાં ખુલાસો કરતા કહ્યું કે તેઓ વિજય માલ્યાને મળ્યા હતા પરંતુ આ મુલાકાત અધિકારીક ન હતી.

માલ્યાના આ નિવેદન બાદ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો શરુ કરી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, વિજય માલ્યા દ્વારા કરવામાં આવેલ આરોપ ગંભીર છે. વડાપ્રધાને આ અંગે તરત જ સ્વતંત્ર તપાસ કરાવવી જોઈએ. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અરુણ જેટલીએ નાણાં મંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ. 

રાહુલ ઉપરાંત કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, કોંગ્રેસ લાંબા સમયથી એવું કહી રહી હતી કે માત્ર વિજય માલ્યા જ નહીં પરંતુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને અન્ય લોકોને કોઈ જ કાર્યવાહી વગર જવા દેવાયા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, વિજય માલ્યા તો અરુણ જેટલી સાથે મળ્યાં, વિદાય લઈને, દેશના પૈસા લઈને ભાગ્યા છે? ચોકીદાર નહીં ભાગીદાર છે.

આપને જણાવી દઈએ કે, બુધવારે વિજય માલ્યાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, તેણે ભારત છોડતા પહેલા નાણાં મંત્રી સાથે મુલાકાત કરી હતી.માલ્યાએ જણાવ્યુ હતુ કે, તે સેટલમેન્ટ માટે નાણાં મંત્રીને મળવા પહોંચ્યા હતા, બેંકોએ મારા સેટલમેન્ટને લઈને સવાલો ઉભા કર્યા. જો કે, માલ્યાના આ નિવેદન બાદ નાણાં મંત્રી અરુણ જેટલીએ માલ્યાના દાવાને ખોટો ગણાવ્યો હતો અને તેમણે ૨૦૧૪ બાદ માલ્યાને કોઈ એપોઈન્ટમેન્ટ આપી ન હોવાનુ જણાવ્યુ હતું.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.