કાર્યકરોને ઈવીએમ અંગે તાલીમ આપતુ કોંગ્રેસ-ભાજપ

કોંગ્રેસે કાર્યકર્તાઓને દરેક ઈવીએમનો સીલ ચેક કરવા સહિતની સુચના આપી : ચુંટણીપંચ સમક્ષ માંગો કરાઈ
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:06:40 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:06:40 +0530

કોઈપણ પક્ષ જોખમ ઉઠાવવા તૈયાર નથી

ગુજરાતનો રાજકીય જંગ જીતવા બન્ને પાર્ટીઓ એકપણ ભૂલ થવા દેવા માંગતી નથી. આ માટે બન્ને પાર્ટીઓ ચુંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમની પોતાના પ્રતિનિધિઓને તાલીમ આપી રહી છે. ખાસ કરીને ઈવીએમને લઈ કોંગ્રેસ વધુ સતર્ક છે. કોંગ્રેસે પોતાના દરેક ઉમેદવારોના પ્રતિનિધિઓને ઈવીએમની બારીક તાલીમ આપી છે. કોંગ્રેસે મતદાન મથકો પર ઝામર લગાવવા માંગ કરી છે. તો ભાજપે વધારાના હેલિપેડની માંગ કરી છે.  કોંગ્રેસના ઉમેદવારોએ પસંદ કરેલા કાર્યકરોને કોંગ્રેસે તાલીમ આપી છે. આ માટે સોફ્ટવેર એન્જિનિયર અને વિવિધ એનજીઓની પણ મદદ લેવાઈ રહી છે.

કોંગ્રેસે પોતાના પ્રતિનિધિઓને દરેક ઈવીએમ મશીન પર બારીકાઈથી નજર રાખવા જણાવ્યુ છે. ઈવીએમ ટ્રેનિંગમાં ભાગ લેનાર ભાવિન પરમારે જણાવ્યુ હતું કે પાર્ટીએ અમને ઈવીએમ મશીનના સીલ ચેક કરવા માટે જણાવ્યુ છે. સાથે જ એના પર પણ નજર રાખવા જણાવ્યુ છે કે, ઈવીએમમાં કોંગ્રેસના ચિહ્ન પર કોઈ સફેદ પટ્ટી તો મારેલી નથીને.

કોંગ્રેસને આશંકા છે કે ભાજપ ચુંટણીમાં ગડબડ કરી શકે છે, જેથી તેઓ કોઈપણ જોખમ ઉઠાવવા માંગતુ નથી. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્યુ હતું કે યુપી ચુંટણીના પરિણામ બાદ અમે વધુ સતર્ક છીએ. અમે દરેક બુથ પરથી ૨૫ ટકા વીવીપેટની પણ ગણતરી થાય તેવી માંગ કરીશું. જોકે ચુંટણીપંચનો દાવો છે કે ઈવીએમ સાથે કોઈ ચેડા કરી શકાય તેમ નથી. તમામ ઈવીએમ મશીન તપાસાયા છે. જેથી કોઈ ગડબડની શક્યતા નથી.  

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.