કોંગ્રેસ કાર્યકરોની ગેરહાજરીમાં ઈવીએમ સીલ કરાતા હોબાળો મચ્યો

૩૦૦ ઈવીએમ પૈકી ૧૫૦ ઈવીએમ કોંગ્રેસના કાર્યકરોની ગેરહાજરીમાં સીલ કરી દેવામાં આવ્યા
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 22:08:32 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 22:08:32 +0530

વડોદરા,

વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમભવનની કચેરી ખાતે ચુંટણી તંત્ર દ્વારા રાવપુરા વિધાનસભા બેઠક પર મતદાન માટે લવાયેલ ઈવીએમને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ અને ભાજપના બન્ને ઉમેદવારોને આ કામગીરી દરમિયાન હાજર રહેવા જણાવાયુ હતું. જોકે ૩૦૦ ઈવીએમ પૈકી ૧૫૦ ઈવીએમ કોંગ્રેસના કાર્યકરોની ગેરહાજરીમાં સીલ કરી દેવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

વિવાદ વધુ વકરતા આખરે ચુંટણીપંચે તેમની માંગને માન્ય રાખી નવેસરથી સીલ મારવાની કાર્યવાહી કરવી પડી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમને આજે ઈવીએમ સીલ કરવાનુ જણાવાયુ હતું. જ્યારે ચુંટણીતંત્રએ ૧૫૦ ઈવીએમ ૪ અને ૫ તારીખે અમારી ગેરહાજરીમાં જ સીલ કરી દીધા હતા. જ્યારે તે દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ હાજર હતા.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.