બોલીવુડમાં સંગાવાદ નથી ચાલતો : કરીના

અભિનેત્રી કરીના કપુર
By: admin   PUBLISHED: Mon, 12 Mar 2018 20:51:42 +0530 | UPDATED: Mon, 12 Mar 2018 20:51:42 +0530

મુંબઈ,

ફિલ્મ વીરે દી વેડિંગથી બોલીવુડ પડદે કમબેક કરવા જઈ રહેલ અભિનેત્રી કરીના કપુર ખાને જણાવ્યું હતું કે, બોલીવુડમાં નર્યો સંગાવાદ કામ કરે છે એ આક્ષેપ સાચો નથી. એનો શ્રેષ્ઠ દાખલો અભિનેતા રણવીરસિંહ છે. 

કરીનાએ જણાવ્યુ કે, રણવીરના કયા સગા-સંબંધી બોલીવુડમાં છે? જો એ વાત સાચી હોય તો દરેક ટોચના કલાકારના સંતાનો પણ સુપર સ્ટાર થવા જોઈએ. એવુ નથી થયુ. અભિનેત્રી કરીનાએ વધુમાં જણાવ્યુ કે, તમે રણવીરસિંહને જુઓ. એના માતા-પિતા કે અન્ય કોઈ બોલીવુડ સાથે જોડાયેલ નથી. એ જ રીતે શાહરુખ ખાનના માતા કે પિતા બોલીવુડમાં નહતા. માત્ર પ્રતિભા અને અથાક પુરુષાર્થના જોરે આ કલાકારોએ બોલીવુડમાં ટોચનુ સ્થાન મેળવી લીધુ. સંગાવાદની વાતો નર્યો વાણીવિલાસ છે. તેમાં આક્ષેપબાજી સિવાય કંઈ નથી. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડમાં સંગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપ કેટલાક સ્ટાર કલાકારો પર થઈ રહ્યા હતા. તેમજ નિર્દેશકોને પણ આના નિશાન બનાવાયા હતા.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.