રમઝાનમાં પણ પાકિસ્તાનના હુમલા ચાલુ,બીએસએફના 4 જવાન શહીદ

ઇન્ટરનેશનલ બોર્ડર પાસે પાકિસ્તાને ફાયરીંગ કરતાં ભારતે તેના 4 જવાનો ગુમાવ્યા
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 10:35:44 +0530 | UPDATED: Thu, 14 Jun 2018 16:26:51 +0530

જમ્મુ

હજુ રમઝાન મહિનો ચાલુ છે અને કાશ્મીરની સરહદ પર હિંસાનું વાતાવરણ ચાલુ છે.જમ્મુના રામગઢ સેકટરમાં પાકિસ્તાને કરેલાં સતત ફાયરિંગમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા છે.જમ્મુના રામગઢ સેકટરની ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાનની તરફથી કરાયેલ ફાયરિંગમાં બીએસએફના એક આસિસ્ટન્ટ કમાંડેંટ સહિત 4 જવાન શહીદ થયા છે. 

મંગળવારે મોડી રાત્રે કરાયેલા ફાયરિંગમાં 5 જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

બીએસએફના આઇજી રામ અવતારે જણાવ્યું હતું કે પાકિસ્તાન રેન્જર્સે રામગઢ પાસે ઇન્ટરનેશનલ બોર્ડર પાસે ફાયરીંગ કરતાં અમારા ચાર જવાનો શહીદ થયા છે,જેમાં એક આસિસ્ટન્ટ કમાંડન્ટ રેન્કના ઓફિસર છે.મંગળવારે રાતે સાડા દસ વાગ્યે રામગઢ પાસે આવેવી ચમલિયલ પોસ્ટ પાસે પાકિસ્તાને ફાયરીંગ શરૂ કર્યું હતું,જે પરોઢે સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું.છેલ્લાં કેટલાંક સમયમાં પાકિસ્તાનની તરફથી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 

શનિવારના રોજ પાક રેન્જર્સના જવાનોએ અખનૂરના પરગવાલ સેકટરમાં ભારે ગોળીબાર કર્યો હતો, તેના લીધે બીએસએફના બે જવાન કાર્યવાહી દરમ્યાન શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ સમયે થઈ રહી છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ભારત-પાકની વચ્ચે ડીજીએમઓ સ્તર પર સરહદ પર શાંતિ માટે પહેલ કરવાની દિશામાં પગલાં ઉઠાવવાનો નિર્ણય કરાયો હતો.શનિવાર અને રવિવારના રોજ પાકિસ્તાની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાનની તરફથી અનુરોધ કરાયા બાદ સોમવાર સાંજે આરએસપુરામાં આવેલ ભારત-પાક સરહદ પર ફ્લેગ મીટિંગનું આયોજન થયું હતું. આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સના કેટલાંય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.5/

બેઠક દરમ્યાન ભારતે પાકિસ્તાનના અધિકારીઓ સાથે સીઝફાયર ઉલ્લંઘનની ઘટના પર વિરોધ વ્યકત કરતાં શાંતિ સ્થાપવા માટે અનુકૂળ માહોલ બનાવાની વાત કહી હતી. જ્યારે પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ ભારતને સરહદ પર કાર્યવાહી રોકવાનો અનુરોધ કરતાં સરહદ અને નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરવાનું વચન આપ્યું હતું.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.