મને ઘણી વખત રીજેક્ટ પણ કરાઈ હતી : નુસરત

અભિનેત્રી નુસરત ભરુચા
By: admin   PUBLISHED: Thu, 10 May 2018 19:35:40 +0530 | UPDATED: Thu, 10 May 2018 19:35:40 +0530

મુંબઈ,

પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મમાં પોતાના અભિનયથી યુવાઓના દીલ પર રાજ કરનાર અભિનેત્રી નુસરત ભરુચાએ પોતાના ફિલ્મી સફર અંગે વાત કરતા જણાવ્યુ કે, આ ખૂબ જ મુશ્કેલ હતુ.

નુસરતે જણાવ્યુ કે તેને પહેલા ઘણી ફિલ્મો માટે રીજેક્ટ પણ કરવામાં આવી હતી. ફિલ્મોમાં બોયફ્રેન્ડને ડોમિનેટ કરનાર નુસરતનુ કહેવુ છે કે રીયલ લાઈફમાં તે બિલકુલ સ્ટીવી જેવી નથી.   રીયલ લાઈફમાં હું નોર્મલ ફન લવિંગ ટાઈપની છું. છેલ્લા ૧૨ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલ નુસરતનુ કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં મારા અભિનયને હંમેશા પસંદ કરવામાં આવ્યો. મેકર્સને ખબર હતી કે હું એક્ટિંગ કરી લઉ છું પરંતુ હું તેમના હિરોઈનના ઢાંચામાં ફીટ નહતી બેસતી. જો હિરોઈન બનવુ છે તે ઊંચાઈ આટલી હોવી જોઈએ અને ચહેરો આવો હોવો જોઈએ. હિરોઈનનો આવો ઢાંચો બનાવી દેવાયો છે. મારે આ પ્રમાણ ફિટ બેસવા માટે ખૂબ મહેનત કરવી પડી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.