યુએસમાં ગુજરાતી ક્લબ માલિકનુ ફાયરીંગમાં મોત

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દુઃખ વ્યક્ત કરી પરિવારના સંપર્કમાં હોવાનુ જણાવ્યુ : ચરોતરમાં શોકની લાગણી
By: admin   PUBLISHED: Mon, 13 Nov 2017 21:12:32 +0530 | UPDATED: Mon, 13 Nov 2017 21:12:32 +0530

નોર્થ કેરોલીનામાં થયુ હતુ ફાયરીંગ

અમેરિકાના નોર્થ કેરોલીનામાં વધુ એક ગોળીબારની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં આણંદના લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આટ્‌ર્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલના ૪૦ વર્ષીય પુત્રનુ મોત નિપજ્યુ છે. તેમજ તેની સાથે કામ કરતા અન્ય ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બનાવના પગલે સમગ્ર ચરોતરમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, નોર્થ કેરોલીનાના એક ક્લબમાં અંધાધુંધ ફાયરીંગ થયુ હતું. ક્લબના સુરક્ષાકર્મીઓએ પણ જવાબી ફાયરીંગ કર્યુ હતું. જેમાં આશરે ૫થી ૬ લોકો ઘાયલ થયા છે. જ્યારે ફાયરીંગમાં આણંદના ૪૦ વર્ષીય ઉદ્યોગપતિ આકાશ તલાટી પણ ઘાયલ થયો હતો. જોકે સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.

પોલીસે આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યુ કે, આકાશ ગુજરાતના આણંદનો રહેવાસી હતો. તે નોર્થ કેરોલીના સ્ટેટના ફાયટેવિલી શહેરમાં ક્લબ ચલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, એક શખ્સને ક્લબમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે શખ્સ કારમાં રહેલ બંદુક લઈને ક્લબમાં ધસી આવ્યો હતો અને અંધાધુંધ ગોળીબાર કરવા લાગ્યો હતો.જોકે સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરતા હુમલાખોરને પણ ગોળી વાગી છે.

આ અંગે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે, સરકાર આકાશ તલાટીના મોત અંગે દુઃખ વ્યક્ત કરે છે અને આ દુઃખના સમયમાં અમે તલાટી પરિવારની સાથે છીએ. સુષ્માએ જણાવ્યુ કે, તલાટીને એક વ્યક્તિએ ગોળી મારી, જેને તેમની ક્લબમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. અમે મૃતકના પરિવારજનોના સંપર્કમાં છીએ અને સરકાર તેમને તમામ મદદ પુરી પાડશે.

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.