કેટરીનાને રીપ્લેસ કરી ઈલિયાના બની શાહિદ કપુરની હિરોઈન

વીજળી બિલની સામાજિક સમસ્યા પર આધારીત હશે ફિલ્મ : શાહિદ કપુર ભજવશે વકિલની ભૂમિકા
By: admin   PUBLISHED: Wed, 06 Dec 2017 16:49:33 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 16:49:33 +0530

બત્તી ગુલ મીટર ચાલુફિલ્મમાં

ડાયરેક્ટર શ્રી નારાયણસિંહની ફિલ્મ ટોઈલેટ એક પ્રેમકથાને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી હતી. ત્યારે હવે શ્રીનારાયણસિંહ શાહિદ કપુરને લઈને ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. આ ફિલ્મનુ નામ બત્તી ગુલ મીટર ચાલુરાખવામાં આવ્યુ છે. પહેલા એવી અટકળો સામે આવી હતી કે ફિલ્મની અભિનેત્રીની પસંદગી થઈ શકી નહતી.

સુત્રોના જણાવ્યા મુજબ પહેલા ફિલ્મમાં કેટરીના કૈફ અને શ્રદ્ધા કપુર જેવી અભિનેત્રીઓના નામ ચાલી રહ્યા હતા. જોકે હવે સ્પષ્ટ થયુ છે કે ફિલ્મમાં શાહિદ કપુર સાથે ઈલિયાના ડીક્રૂઝ નજરે પડશે. આ પહેલા શાહિદ અને ઈલિયાનાએ ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં પણ એકસાથે કામ કર્યુ હતું. ત્યારે હવે બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શાહિદ કપુર એક વકિલના પાત્રમાં નજરે પડશે.

માનવામાં આવી રહ્યુ છે કે આ એક સોશિયલ ડ્રામા બેઝડ ફિલ્મ હશે. જેમાં વિજળીના મોટા બિલોનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોની વાર્તા રજુ કરવામાં આવશે.  શ્રીનારાયણસિંહ આમ પણ સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. આ પહેલા તેમણે ટોઈલેટ એક પ્રેમકથામાં પણ ખૂબ જ ઝિણવટતાથી ટોઈલેટની સમસ્યાનો મુદ્દો અસરકારક રીતે પડદા પર રજુ કર્યો હતો. 

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.