‘મૈક્સ ઠંડર’થી નારાજ ઉત્તર કોરિયાની અમેરિકાને ધમકી

અમેરિકા અને દક્ષિણ કોરીયાની વાયુસેના વચ્ચે યોજાનાર સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈક્સ ઠંડરને લઈને ભડક્યો કિમ
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 13:46:54 +0530 | UPDATED: Wed, 16 May 2018 13:46:54 +0530

કિમે દક્ષિણ કોરિયા સાથે બેઠક રદ્દ કરી

છેલ્લા કેટલાક સમયથી શાંતિની માળા જપનાર ઉત્તર કોરીયા ફરીએકવાર ભડક્યુ છે. તેમજ તેણે દક્ષિણ કોરીયા સાથે યોજાનારી એક ઉચ્ચ સ્તરીય બેઠક રદ્દ કરી દીધી છે. ઉત્તર કોરિયાના  આ પગલા પાછળ અમેરિકા અને દક્ષિણ કોરીયાની વાયુસેના વચ્ચે યોજાનાર સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈક્સ ઠંડરને કારણભુત ગણાઈ રહ્યો છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આ બેઠક કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાન રાષ્ટ્રપતિ મુન જે ઈન વચ્ચે યોજાયેલ બેઠક બાદ શાંતિ વાર્તાને આગળ ધપાવવાની દ્રષ્ટિએ મહત્વપુર્ણ માનવામાં આવી રહી હતી. જો કે આ બેઠક રદ્દ થઈ જતા શાંતિ વાર્તાને મોટો ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠક રદ્દ કરવા ઉપરાંત ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોતાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે યોજાનારી બહુચર્ચીત બેઠ પણ રદ્દ કરી દેવાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાને આ અહેવાલ પ્રકાશીત કર્યા છે.

મહત્વનુ છે કે ઉત્તર કોરિયા નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રામ્પા વચ્ચે આ બેઠક ૧૨ જુને સિંગાપુરમાં યોજાવાની છે. તેમજ શાંતિ વાર્તા આગળ વધારવા માટે ઉત્તર કોરિયાએ પોતાનો પરમાણુ કાર્યક્રમ પણ બંધ કરવાની તૈયારી દર્શાવી છે. છેલ્લા કેટલાક મહીનાઓથી કિંમ જોંગ ઉનના વર્તનમાં મોટુ પરિવર્તન આવ્યુ છે. જો કે યુદ્ધ અભ્યાસને લઈને ફરી તણાવ ઉભો થવાનો ખતરો સર્જાવાની શક્યતા રહેલી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.