ટ્રમ્પના આમંત્રણ ઉપર અમેરિકા જશે કિમ જોંગ ઉન

શિખર વાર્તા દરમિયાન કિમે પણ ટ્રમ્પને પ્યોંગયોંગ આવવા આમંત્રણ પાઠવ્યુ :ટૂંકમાં કરાશે સત્તાવાર જાહેરાત
By: admin   PUBLISHED: Wed, 13 Jun 2018 18:02:58 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 18:02:58 +0530

બન્ને નેતાઓ એકબીજાના દેશની લેશે મુલાકાત

ઉત્તરકોરીયાના નેતા કિમ જોગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે સિંગાપુરમાં ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠક પર દુનિયાના તમામ દેશોની નજર મંડરાયેલી હતી. આ ઐતિહાસિક સિંગાપુર શિખર વાર્તા દરમિયાન ઉત્તર કોરીયાના શાસક કિમે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના દેશ આવવા માટે આમંત્રણ આપ્યુ છે. આ સાાથે જ કિમે અમેરિકાની યાત્રા કરવા પર પણ સહમતિ આપી છે.

ટોચની સરકારી ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિમ જોંગ ઉને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુવિધાજનક સમય પર પ્યોંગયોંગની યાત્રા કરવાનુ આમંત્રણ આપ્યુ છે, જ્યારે ટ્રમ્પે પણ કિમ જોંગ ઉનને અમેરિકા આવવા માટે આમંત્રણ આપ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ, બન્ને નેતાઓએ ખુશી-ખુશી એક-બીજાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને એ વાતને પણ માની છે કે આ ડીપીઆરકે-અમેરિકાના સંબંધોમાં સુધારો લાવવા માટે વધુ એક તક આપશે.

સુત્રોના જણાવ્યા મુજબ ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઉન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઐતિહાસિક બેઠકથી બન્ને દેશોના સંબંધોમાં એક મોટા ફેરફારને પ્રોત્સાહન મળશે. ઐતિહાસિક શિખર સંમેલન પોતાના પ્રથમ રીપોર્ટમાં ઉત્તર કોરીયાની સરકારી ન્યુઝ એજન્સીએ જણાવ્યુ કે, હતાશા અને નિરાશાજનક સંબંધો ધરતી પર સૌથી લાંબા સમયથી બનેલા હતા. સુત્રોએ જણાવ્યુ કે, સિંગાપુરમાં થયેલ શિખર વાર્તા ખૂબ જ શત્રુતાપૂર્ણ રહેલ ઉત્તર કોરીયા-અમેરિકાના સંબંધોમાં એક મોટો ફેરફાર લાવવામાં મદદ કરશે.  

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.