વરિષ્ઠ નાગરીકોની સારવાર માટે ઘરે આવશે મેડિકલ ટીમ

રૂપિયા એક હજારની ટોકન ફી સાથે વરિષ્ઠ નાગરીકોનુ સિવીલમાં રજીસ્ટ્રેશન કરાવાથી યોજનાનો લાભ મળશે
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 20:45:42 +0530 | UPDATED: Wed, 16 May 2018 20:45:42 +0530

રાજ્ય સરકારે જાહેર કરી યોજના

રાજ્યમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરીકોને તબીબી સારવાર ઘરે બેઠા મળી રહે તે માટે રાજય સરકારે વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. આ પ્રોજેક્ટ પ્રાયોગીક ધોરણે હાલ ગાંધીનગ મ્યનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લાગુ પડશે અને જો સફળ થશે તો તેનો રાજ્યવ્યાપી અમલ શરૂ કરવામાં આવશે.

 આ અંગે માહીતી આપતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતુ કે સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાતના અભિગમ થકી રાજ્યના તમામ નાગરીકોને આરોગ્ય સવલતો પુરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. પટેલે ઉમેર્યુ હતુ કે રાજ્યમાં એકાંકી જીવન જીવતા વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને આ નિર્ણય કર્યો છે. જેમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉમરના તમામ વયસ્ક નાગરીકોને આવરી લેવામાં આવ્યા છે. આ માટે વયસ્કોએ કે તેમના પલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક ૧૦૦૦ ટોટકન ફી સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. રજીસ્ટ્રેશન સમયે ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો અને ઉમરના દાખલાની સ્વયંપ્રમાણિત નકલ પુરી પાડવાની રહેશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે આ પ્રોજેક્ટ હેઠળ ડોક્ટર, સ્ટાફ નર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની ગૃહ મુલાકાત દર પંદર દિવસે લઈને પ્રાથમિક તપાસણી અને સારવાર આપીને માર્ગદર્શન આપશે. આકસ્મીક સંજોગોમાં જ્યારે જરૂર પડે ત્યારે ગૃહમુલાકાત લઈને સારવાર આપવામાં આવશે. તેમજ જરૂર પડશે તો નિદાનના સેપ્લલ પણ લેવામાં આવશે.આ પ્રકારે મુલાકાત દીઠ ટોકન ફી પેટે ૨૦૦ રૂપિયા ચુકવવાના રહેશે. મેડિકલની ટીમ વયસ્કોની ગૃહ મુલાકાતે લેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.