રક્ષા મંત્રી સીતારામન એપ્રિલના અંતમાં ચીનના પ્રવાસે જશે

બન્ને દેશો વચ્ચે વિવાદ ઉકેલવામાં આ પ્રવાસ મહત્વનો બની રહેશે : સરહદ વિવાદ મુદ્દે પણ કરાશે ચર્ચા
By: admin   PUBLISHED: Tue, 13 Mar 2018 13:43:36 +0530 | UPDATED: Tue, 13 Mar 2018 13:43:36 +0530

કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ

રક્ષા મંત્રી નિર્મલા સીતારામન આગામી મહિને ચીનના પ્રવાસે જવાના છે. એપ્રિલ મહિનાના અંતમાં આ પ્રવાસનુ આયોજન થઈ શકે છે. રક્ષા મંત્રાલય દ્વારા અત્યારે આ પ્રવાસના કાર્યક્રમને અંતિમરુપ આપવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે ડોકલામ સહિતના માુદ્દેા ચલી રહેલ વિવાદો વચ્ચે રક્ષા મંત્રીનો આ ચીન પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે.  તાજેતરમાં જ અહેવાલ સામે આવ્યા છે કે ડોકલામમાં ચીન પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યુ છે.  ત્યારે આ અહેવાલોને લઈ બન્ને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા રહેલી છે. તેવામાં વિદેશ મંત્રીનો ચીનનો પ્રવાસ મહત્વનો બની રહેવાનો છે. ચીનના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી પોતાના સમકક્ષ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત તેઓ સ્થાનિક રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી શકે છે. 

આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચેનો સરહદ વિવાદ ઉકેલવાની દિશામાં ચર્ચા થઈ શકે છે.  તાજેતરમાં ચીને પોતાના એક નિવેદનમાં ભારત સાથેના સંબંધો મજબુત કરવાની તૈયારી દર્શાવી હતી. તેઓ ભારત સાથે પરસ્પરના મતભેદ ઉકેલવા પણ તૈયાર છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગત સપ્તાહે જ જણાવ્યુ હતું કે બન્ને દેશોએ પરસ્પર મતભેદ દૂર કરી વિશ્વાસને આગળ વધારવો જોઈએ. ત્યારે નિર્મલા સીતારામનના ચીન પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચેના મતભેદ દૂર કરવાની દિશામાં સકારાત્મક કામગીરી થઈ શકે છે.  જેને લઈને આ પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.