Wednesday,19 September 2018,08:33:17

પ્રદુષણથી દેશમાં રોજં ૩.૫ કરોડ લોકો બિમાર થાય છે

૫૦ ટકાથી વધુ ભાગનુ ભારત શ્વાસ અને ફેફસા સબંધીત બિમારીઓનું શિકાર : પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યુ
By: admin   PUBLISHED: Sat, 14 Apr 2018 16:17:00 +0530 | UPDATED: Sat, 14 Apr 2018 16:22:36 +0530

પુણેનાં રિસર્ચ ફાઉન્ડેશ દ્વારા કરાયે સર્વેનું તારણ

હવા પ્રદુષણમાં વધારો થતા ભારતમાં ઝેરીલી ગેસને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અગત્યના અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એક દિવસમાં લગભગ ૩.૫ કરોડ લોકોએ બિમારીની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તુલનાત્મક આધાર પર નજર કરીએ તો આ સંખ્યા કેનેડાની આખી વસ્તી જેટલી છે અથવા તો ભારતના મોટા ચાર મેટ્રો સીટી નવી દિલ્હી, મુંજબ, બેંગ્લોર અને ચેન્નાઇને મળીને કુલ આંકડા છે.

પુણેના એક રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ સંદીપ સાલવીએ કહ્યું હતું કે, ભારતમાં બીમાર લોકોની આ સંખ્યા ચોકાવનારી છે. સંશોધનકર્તાઓનાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૫માં દુનિયાની ૭.૫ અબજ વસ્તીમાંથી ૧.૨ અબજ લોકો ભારતમાં વસે છે. વિશ્વભરમાં થનારી તમામ મોતમાંથી લગભગ ૧૮ ટકા મોત ડીસેબીલીટીને કારણે થાય છે. આ આંકડાઓએ ભારતને એક એવો દેશ બનાવી દીધો છે કે જેના કારણે વિશ્વ પર બિમારીઓનો બોજ સૌથી વધુ છે. ભારતમાં મોત અને અસ્વસ્થતાના પ્રમુખ કારણોમાં બિન શંકાસ્પદના સ્થાને શંકાસ્પદ રોગોએ સ્થાન લીધુ છે.

નવા અભ્યાસમાં એવુ ફલીત થાય છે કે ૫૦ ટકાથી વધુ ભાગનુ ભારત શ્વાસ અને ફેફસા સાથે સબંધીત બીમારીઓ ભોગવી રહ્યું છે. જોકે, ભારતમાં અંદર અને બહારના વાયુ પ્રદુશણના ખતરનાક સ્તરને જોવામાં આવે તો આ ખરું સાબિત થઇ શકે છે.

હાલમાં પર્યાવરણ, વન અમે જલવાયુ પરિવર્તના રાજ્યમંત્રી પ્રકાશ જાવેડકરે કહ્યું હતું કે, પર્યાવરણમાં થનારા વાયુ પ્રદુષણને કારણે બાળકોમાં શ્વાસ સંબંધી બીમારીઓનુ પ્રમાણ વધી રહ્યું છે. દમ, ફેફસાના કામને લાંબા સમયથી પકડી રાખવારી બિમારી, બ્રાણકૌતીસ જેવી બીમારીઓ છે જે પ્રદુષણને કારણે વધી રહી છે. વાયુ પ્રદુષણને કારણે શ્વસન સંબંધી અન દમ સંબંધી બિમારીઓને વધારવામાં પ્રમુખ કારણો એક છે.  

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.