હવે ચીનનું ઈન્ટરનેટ વાપરશે નેપાળ : ભારતને મોટો ઝટકો

નેપાળની ઈન્ટરનેટ મામલે ભારત પરની નિર્ભરતા ખતમ
By: admin   PUBLISHED: Fri, 12 Jan 2018 13:04:03 +0530 | UPDATED: Fri, 12 Jan 2018 13:04:03 +0530

નેપાળથી ચીન વચ્ચે ઓપ્ટિકલ ફાઈબર લીંક શરુ

નેપાળે ભારતને વધુ એક ઝટકો આપતા ભારતનુ ઈન્ટરનેટ બંધ કરીને ચીનનુ ઈન્ટરનેટ વાપરવાનુ શરુ કરી દીધુ છે. આ સાથે જ ઈન્ટરનેટ મુદ્દે નેપાળની ભારત પરની નિર્ભરતા ખતમ થઈ ગઈ છે. નેપાળ ટેલિકોમ કંપનીએ જણાવ્યુ છે કે ૧૨ જાન્યુઆરીથી નેપાળમાં ચીની બેન્ડવીથ આધારીત ઈન્ટરનેટ સેવા શરુ થઈ ગઈ છે.

નેપાળ ટેલિકોમના પ્રવક્તા પ્રતિવા વૈદ્યે જણાવ્યુ હતું કે, ચીનથી ઈન્ટરનેટ બેન્ડવીથ સેવા લેવામાં આવી છે. આ માટે નેપાળ અને ચીન વચ્ચે ઓપ્ટિકલ ફાઈબર લીન્ક પાથરવામાં આવી છે. જોકે, નેપાળને મળનાર ચીની ઈન્ટરનેટ બેન્ડવીથના પ્રમાણની જાહેરાત કરવામાં આવી નથી. વૈદ્યે જણાવ્યુ હતું કે, સત્તાવાર જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ નેપાળ ટેલીકોમ કંપનીએ ડિસેમ્બર ૨૦૧૬માં જ ચાઈના ટેલીકોમ સાથે ઈન્ટરનેટ બેન્ડવીથ માટે કરાર કર્યા હતા. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે ફાઈબર ઓપ્ટિકલ લીંક્ડ પાથરવામાં આવીા છે, જેનુ પરીક્ષણ એક સપ્તાહ પહેલા કરવામાં આવ્યુ હતું. સુત્રોના જણાવ્યા મુજબ આ પરીક્ષણ સફળ રહેતા હવે નેપાળમાં વ્યવસાયિક રુપથી ચીની બેન્ડવીથ શરુ થઈ ગઈ છે. નેપાળ ટેલીકોમના સુત્રોએ જણાવ્યુ છે કે, ચીની ઈન્ટરનેટ રાસુવાગાધી ગેટ-વે મારફતે જોડવામાં આવ્યુ છે.

વૈદ્યે જણાવ્યુ હતું કે નેપાળમાં ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ચીની ઈન્ટરનેટ બેન્ડવીથ નેપાળની વધતી જતી માંગને પુરી કરવામાં મદદરુપ સાબિત થશે. અત્યાર સુધી નેપાળ માત્ર ભારતનુ ઈન્ટરનેટ વાપરતુ હતું. પરંતુ હવે ચીનનુ ઈન્ટરનેટ શરુ થતા નેપાળની ઈન્ટરનેટ મામલે ભારત પરની નિર્ભરતા ખતમ થઈ ગઈ છે. 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.