૧૦ રેલવે સ્ટેશનોને અતિ આધુનિક બનાવી દેવાશે

૫ હજાર કરોડના ખર્ચે એરપોર્ટની તર્જ પર બનાવાશે ૧૦ રેલવે સ્ટેશન : મળી રહેશે તમામ સુવિધાઓ
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 21:30:09 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 21:30:09 +0530

૩ વર્ષમાં કામ પુર્ણ કરાશે

મોદી સરકાર ભારતીય રેલવેને નવુ રંગરુપ આપવાની દિશામાં કામ કરી રહી છે. આ માટે ભારતીય રેલવે સુરક્ષા માનકો માટે નવી ટેકનીક અપનાવવાની સાથે જ રેલવે સ્ટેશનોની પુનઃરચના કરી રહી છે.  આ અંતર્ગત આગામી ત્રણ વર્ષની અંદર દેશના ૧૦ રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

૨૦૨૦ સુધી આ તમામ રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવા લાગશે. ખાનગી ક્ષેત્રની કંપની નેશનલ બિલ્ડિંગ કન્ટ્રક્શન કોર્પોરેશન (એનબીસીસી)ને આ રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કંપનીને આ કામ ૨૦૨૦ સુધી પુરુ કરવાનુ રહેશે.

સુત્રોના જણાવ્યા મુજબ, આ રેલવે સ્ટેશનોની પુનઃરચના કરવામાં ૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.  ૨૦૨૦ સુધી જે રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, તેમાં દિલ્હીના સરાયા રોહિલ્લા રેલવે સ્ટેશન, લખનઉ, ગોમતીનગર, કોટા, તિરુપતિ, નેલ્લોર, એર્નાકુલમ, પુંડુચેરી, મડગાંવ અને ઠાણે રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ રેલવે સ્ટેશનોને એરપોર્ટના તર્જ પર તૈયાર કરવામાં આવશે. એનો મતલબ છે કે, જે પણ સુવિધાઓ આપને એરપોર્ટ પર મળે છે, તે તમામ સુવિધાઓ હવેથી આ રેલવે સ્ટેશનો પર મળી રહેશે.

રેલવે સ્ટેશનની યાદી....

•             દિલ્હીનું સરાય રોહિલ્લા રેલવે સ્ટેશન

•             લખનઉ

•             ગોમતીનગર

•             કોટા

•             તિરુપતિ

•             નેલ્લોર

•             એર્નાકુલમ

•             પુંડુચેરી

•             મડગાંવ

•             ઠાણે રેલવે સ્ટેશન

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.