સિક્સ પેક એબ્સની મારે જરૂર નથી : નવાજુદ્દીન

વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં નવાજુદ્દીન
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:01:01 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 13:01:01 +0530

મુંબઇ,

બોલીવુડ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર અને કિકમાં નેગેટિવ રોલ કરી તમામને પ્રભાવિત કરનાર અભિનેતા નવાજુદ્દીન સિદ્દકીનું કહેવુ છે કે તેને સિક્સપેક એબ્સની જરુર નથી. જોકે બોલીવુડમાં અભિનેતાઓની સાથે સાથે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર કલાકારો પણ સિક્સ પેક એબ્સ બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે.

તો બીજી તરફ પોતાની દમદાર અદાકારીને કારણે બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર નવાજુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે, સિક્સ પેક એબ્સ અભિનેતાને સીમિત કરી દે છે. તેઓ પોતાની જાતને કુદરતે આપેલા રૂપમાં રાખવા માગે છે. તેમનું માનવું છે કે, તેમનું શરીર કોઇ પણ રોલમાં ફીટ બેસી શકે છે. જેનાથી વિવિધ પ્રકારના રોલ માટે તેઓ ફીટ બેસે છે.

તાજેત્તરમાં જ વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં છે, જેમાં તેણે નેગેટીવ રોલ ભજવી તમામને ફરી એકવાર પ્રભાવિત કર્યા છે. ગત વર્ષે તેની ફિલ્મ બાબુમોશાઈ બંદુકબાજ રીલીઝ થઈ હતી. આ ઉપરાંત રમન રાધવ-૨.૦ ફિલ્મમાં એક મનોરોગી સીરિયલ કિલરના રૂપમાં તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.