Wednesday,19 September 2018,08:29:09

મંટોમાં કામ કરવા બદલ હજી નથી મળી ફી : નવાજ

ફિલ્મ મંટો ૨૧ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થવાની છે.
By: admin   PUBLISHED: Fri, 14 Sep 2018 17:44:57 +0530 | UPDATED: Fri, 14 Sep 2018 17:44:57 +0530

મુંબઇ,

બોલીવુડના જાણીતા અભિનેતા નવાજુદ્દીન સિદ્દકી અત્યારે પોતાની રીલીઝ માટે તૈયાર ફિલ્મ મંટોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન નવાજુદ્દીન સિદ્દકીએ જણાવ્યુ કે, નિર્દેશક નંદિતા દાસે હજી સુધી મને આ ફિલ્મમાં કામ કરવા બદલ ફી નથી ચુકવી.

નવાજુદ્દીને જણાવ્યુ કે, તેને મંટોમાં કામ કરવા માટે નક્કી થયેલ ફી હજી નથી મળી. નંદીતા વારંવાર વાયદો કરે છે કે તે મારા પૈસા આપી દેશે, પણ હજી સુધી મને પૈસા નથી મળ્યા. નવાજુદ્દીનની તેના મહેનતાણાં સાથે સંકળાયેલ આ વાત ગંભીર તો છે પરંતુ સત્ય એ છે કે આજકાલ નવાજ પર મંટોનો અસર એટલી હદે છે કે તે હજી પણ મંટોના પાત્રમાં જ હોય તેવુ લાગે છે. તેની વાતોમાં એક અલગ ગંભીરતા જોવા મળી રહી છે અને ત્યારબાદ તે હસી કાઢે છે.

મહત્વનુ છે કે, ફિલ્મ મંટો ૨૧ સપ્ટેમ્બરના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન સાથે રાજશ્રી દેશપાંડે નજરે પડનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.