નર્મદા યાત્રા દરમિયાન ધારાસભ્ય પર ફેંકાયુ ગંદુ પાણી

બોટલોમાં દુર્ગંધયુક્ત પાણી ભરીને ધારાસભ્ય ગોવિંદ પટેલ પર ફેંક્યુ હતું
By: admin   PUBLISHED: Tue, 12 Sep 2017 23:21:39 +0530 | UPDATED: Tue, 12 Sep 2017 23:21:39 +0530

રાજકોટ,

ભાજપ દ્વારા ચુંટણી પ્રચારના ભાગરુપે નર્મદા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આ નર્મદા યાત્રાનો ઠેર-ઠેર થઈ રહેલ વિરોધ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે રાજકોટમાં નીકળેલ નર્મદા યાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પર ગંદુ પાણી ફેંકવામાં આવ્યુ હતું. લોકોનો આક્ષેપ હતો કે તેમને પીવા માટે દુર્ગંધયુક્ત પાણી મળે છે, જેનો અનુભવ સત્તાધીશોને પણ થવો જોઈએ.

નર્મદા યાત્રા રાજકોટના વોર્ડ નંબર-૧૩માં આવેલ નવલનગરમાં પ્રવેશી ત્યારે સ્થાનિક મહિલાઓએ બોટલોમાં દુર્ગંધયુક્ત પાણી ભરીને ધારાસભ્ય ગોવિંદ પટેલ પર ફેંક્યુ હતું. લોકોએ દુર્ગંધયુક્ત પાણી અંગે તંત્રને રજુઆત પણ કરી છે. જોકે તેમ છતા કોઈ જ પગલા ન લેવામાં આવતા નર્મદા યાત્રા દરમિયાન આજે લોકોએ ધારાસભ્યો પર પાણી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યાં પછી આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ પર આની મોટી અસર પડશે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.