15 વર્ષ બાદ નાગાર્જુન આ મલ્ટીસ્ટારર હિન્દી ફિલ્મમાં જોવા મળશે

સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુન કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે.
By: Monika Vyas   PUBLISHED: Wed, 11 Jul 2018 18:19:20 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 18:19:20 +0530

મુંબઈ

તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન લાંબા ગાળા બાદ બોલીવુડના રુપેરી પડદે ફરી એકવાર દર્શકોને જોવા મળશે. બોલીવુડના ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે તેલુગુ સુપરસ્ટારને સાઈન કરાયો હોવાની માહિતી સામે આવી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે રણબીર કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. ત્યારે તેલુગુ સ્ટારનુ આ ફિલ્મ સાથે નામ જોડાતા ફિલ્મને લઈ દર્શકોની ઉત્સુક્તા વધી ગઈ છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા 1990ના દાયકામાં નાગાર્જુને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ હતું.નાગાર્જુનની પહેલી હિન્દી ફિલ્મ શિવા હીટ નીવડેલી,જો કે એ પછી  તેને તેલુગુ ફિલ્મો જેવી સફળતા હિન્દી ફિલ્મોમાં નહોતી મળી. નાગાર્જુનની બોલીવુડની છેલ્લી ફિલ્મ વર્ષ 2003 માં જેપી દત્તાની એલઓસી કારગીલ હતી. જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. ત્યારે 15 વર્ષ બાદ ફરી એક વાર તે બોલીવુડ ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહ્યો છે, જે અહેવાલો સામે આવતા તેના પ્રશંસકો પણ ખુશ જાવા મળી રહ્યા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં નજરે પડશે, જો કે હજી એ સ્પષ્ટ નથી થયુ કે ફિલ્મમાં નાગાર્જુનનું પાત્ર કયુ હશે.

નાગાર્જુન મંગળવારથી અયાન મુખર્જીના ડાયરેક્શનવાળી બ્રહ્માસ્રનું શુટીંગ મુંબઇમાં શરૂ કરશે

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.