સોરાબુદીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર જસ્ટીસ લોયાનું ભેદી મોત ગંભીર મામલો છે:સુપ્રિમ કોર્ટ

જસ્ટીસ લોયાના અપમૃત્યુ અંગે સુપ્રિમ કોર્ટ સુનવણી કરશે
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jan 2018 13:35:21 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 22:02:42 +0530


દિલ્હી 

ગુજરાતના ચકચારભર્યા સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ચલાવનાર સીબીઆઇના જજ બ્રીજ ગોપાલ લોયાના ભેદી મોત અંગે સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે સોમવાર સુધીમાં તમામ દસ્તાવેજો મંગાવ્યા છે.સીબીઆઇના જજ લોયાના મોત અંગે સ્વતંત્ર તપાસ માંગતી અરજી સુપ્રિમ કોર્ટમાં થઇ છે.સુપ્રિમ કોર્ટે આ કેસની સુનવણી સમયે જણાવ્યું હતું જસ્ટીસ લોયાનું 'ભેદી' મોત એ ગંભીર મામલો છે.

જો કે આ કેસની સુનવણી કરતાં સીનીયર એડવોકેટ દુષ્યંત દવે અને ઇન્દિરા જયસિંગે કહ્યું કે આ કેસ હાલ બોમ્બે હઇકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી તેની સુનવણી સુપ્રિમ કોર્ટમાં કરવામાં ના આવે.જો કે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રાએ આ કેસ ચલાવવાનું નક્કી કર્યું હતું.

મહારાષ્ટ્રના જર્નાલીસ્ટ બી આર લોને સુપ્રિમ કોર્ટમાં અરજી કરતાં જણાવ્યું છે કે જસ્ટીસ લોયાના મોતની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

ગુજરાતના ચકચારભર્યા સોરાબુદીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઇના જસ્ટીસ બ્રીજ ગોપાલ લોયાની કોર્ટમાં ચાલતી હતી.સોરાબુદીન એન્કાઉન્ટર કેસમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ગુજરાતના કેટલાંક સીનીયર પોલિસ અધિકારીઓના નામ આરોપી તરીકે સામે આવ્યા હતા.

2014ની 1લી ડિસેમ્બરે નાગપુરમાં લોયાનું હ્રદય બંધ થઇ જવાને કારણે મોત થયું હતું.લોયા નાગપુરમાં તેમના મિત્રના પુત્રીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નાગપુર ગયા હતા ત્યારે તેમનું મોત થયું હતું.લોયાના મોત પછી તેમની બહેને મીડીયા સમક્ષ આને 'અપમૃત્યુ' ગણાવીને સવાલો ઉભા કર્યા હતા.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.