ઘરોમાં લાગેલા આ રેડ ક્રોસના નિશાને લોકોની ઊંઘ ઉડાડી

પાલડીની અનેક સોસાયટીમાં લાગ્યા ક્રોસના નિશાન, સફાઈકર્મીઓએ લગાવ્યા હોવાનો પણ એક તર્ક
By: admin   PUBLISHED: Tue, 14 Nov 2017 14:05:17 +0530 | UPDATED: Tue, 14 Nov 2017 20:10:49 +0530

સ્થાનિક લોકોએ ચુંટણીપંચમાં કરી ફરીયાદ

અમદાવાદના પાલડી વિસ્તારમાં ૧૦ મુસ્લિમ સોસાયટીઓ અને હિન્દુ કોલોનીઓમાં લોકોના ઘરની બહાર ક્રોસનુ નિશાન બનાવવામાં આવ્યુ છે, જેને લઈને સ્થાનિક લોકો ભયભીત છે. આ બધુ એવા સમયે થઈ રહ્યુ છે જ્યારે થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવાયુ હતું. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે આ વિસ્તાર હવે મુસ્લિમ વસ્તી બની ચુક્યો છે.

આ પોસ્ટરથી વર્ષ ૨૦૦૨ના રમખાણોનો માર સહન કરી ચુકેલ ડી-લાઈટ એપાર્ટમેન્ટના લોકો ચિંતિત છે. તેમણે ચુંટણીપંચ અને પોલીસ કમિશનરને પત્ર લખીને જણાવ્યુ છે કે આ પ્રકારના નિશાન લગાવવાનો ઉદ્દેશ્ય આ વિસ્તારને મુસ્લિમ વિસ્તાર તરીકે ઓળખ અપાવવાનો છે. તેમણે આ પ્રકારની હરકતથી વિસ્તારની શાંતિ હણાઈ રહી હોવાનો દાવો કર્યો છે. લાલ રંગના આ ક્રોસથી અમન કોલોની, ટાગોર ફ્લેટ, આશિયાના એપાર્ટમેન્ટ, તક્ષશીલા કોલોનીના ગેટ પર લગાવાયા છે.

ડી-લાઈટ એપાર્ટમેન્ટના વોચમેન ચુનારનુ કહેવુ છે કે, તેમણે પોતાની સોસાયટીના ગેટ પર લાગેલ લાલ રંગના ક્રોસ પર કાળો સ્પ્રે છાંટી દીધો છે. જ્યારે કેટલાક લોકોએ એવુ જણાવ્યુ હતું કે, જે વિસ્તારમાંથી કચરો ઉઠાવવાનો છે તેની ઓળખ માટે સફાઈ કર્મચારીઓ આવુ નિશાન બનાવી રહ્યા છે. જોકે આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓનુ નિવેદન પણ ભ્રમ ભરેલુ છે. સ્વાસ્થ્ય અધિકારી નિતિન પ્રજાપતિએ જણાવ્યુ હતું કેઆ નિશાન સફાઈ અભિયાન અંતર્ગત લગાવાયા છે. જ્યારે કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારે આ પ્રકારના નિશાન સફાઈકર્મીઓએ લગાવ્યા હોવાનો ઈન્કાર કરી દીધો છે. 

Post Your Comment

Your Comments

Online Poll

ગુજરાત સરકારે પદ્માવતી ફિલ્મ પર મુકેલો પ્રતિબંધ યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.