સ્ટાઈલ તમારુ વાસ્તવિક વ્યક્તિત્વ દર્શાવે છે : તાપસી

કપડા અને એક્સેસરીઝ એવા હોવા જોઈએ જે તમારા વ્યક્તિત્વને એક અલગઓપ આપી શકે : તાપસી પન્નુ
By: admin   PUBLISHED: Wed, 16 May 2018 18:26:20 +0530 | UPDATED: Wed, 16 May 2018 18:26:20 +0530

તાપસીને ઈન્ડો-વેસ્ટન મિક્સ કપડા પસંદ છે

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુને ઈન્ડો અને વેસ્ટર્ન  કપડાઓનુ મિશ્રણ પસંદ છે. તાપસીનુ કહેવુ છે કે મારી અંગત સ્ટાઈલ મારી સ્વતંત્રતા અને મારા આત્મવિશ્વાસને દર્શાવે છે.

તાપસીએ જણાવ્યુ હતુ કે મારા મતે સ્ટાઈલ તમારા વાસ્તવિક વ્યક્તિત્વને દર્શાવે છે. તેમજ કપડા અને એક્સેસરીઝ એવા હોવા જોઈએ જે તમારા વ્યક્તિત્વને એક ઓપ આપે. હું વેસ્ટર્ન કપડાઓમાં ભારતીય રંગો અને પેટર્નના સંકલનને પસંદ કરુ છું. મારી અંગત સ્ટાઈલ એવી હોવી જોઈએ જે મારી વ્યક્તિત્વ, સ્વતંત્રતા અને સુંદરતાને સહજતાથી રજુ કરી શકે.

તાપસીએ વધુમાં જણાવ્યુ હતુ કે હું આધુનિક્તાના મિશ્રણ સાથે સારા રંગવાળા પરંપરાગત વસ્ત્રો પહેરવાનુ પસંદ કરું છું.  મને ક્લાસી કટ્‌સ, આધુનિક રુપાંકન અને ચટપટી પ્રિન્ટવાળા એથનિક કપડા પસંદ છે. ફિલ્મ પિંકની અભિનેત્રીએ ઉમેર્યુ હતુ કે શાનદાર, રંગીન, સહજ અને જીવંત વસ્ત્રો હોવા જોઈએ.

મહત્વનુ છે કે તાપસી પન્નુ અત્યારે અભિષેક બચ્ચન સાથે પોતાની આગામી ફિલ્મ મનમર્જિયાની શુંટિંગ પુર્ણ કરી ચુકી છે. આ ફિલ્મના માધ્યમથી અભિષેક બચ્ચન લગભગ બે વર્ષ બાદ બોલીવુડમાં વાપસી કરી રહ્યો છે.  ત્યારે તાપસી પોતાની આગમી ફિલ્મને લઈને ઉત્સાહીત છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.