દીપીકા પદુકોણે જે બિલ્ડીંગમાં રહે છે તેમાં આગ,100 જણને બહાર કઢાયા

મુંબઇના વર્લીમાં આવેલા બો મોંડે ટાવરના 33માં માળે આગ લાગી હતી
By: Monika Vyas   PUBLISHED: Wed, 13 Jun 2018 16:41:58 +0530 | UPDATED: Wed, 13 Jun 2018 21:56:58 +0530


મુંબઇ

 


મુંબઈના વર્લીમાં આવેલી 33 માળની હાઈરાઇઝ બિલ્ડિંમાં આગ લાગી હતી.વર્લીના પ્રભાદેવી વિસ્તારમાં આવેલાં બો મોંડે ટાવરમાં અચાનક આગ લાગતાં ઇમારતમાં રહેલાં 100 જેટલાં લોકોને રેસક્યું કરાવ્યાં હતા,જો કે કોઇને જાનહાનિ થઇ હોવાના સમાચાર નથી. આગ લાગતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ખાસ્સી હાઈટ પર લાગી હોવાથી તેના પર કાબૂ મેળવવો પડકારજનક રહેશે.

વર્લીના બો મોંડે બિલ્ડીંગમાં બોલિવુડની ટોપની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ રહે છે. આ બિલ્ડીંગના 26મા માળ પર દિપીકા પાદુકોણની માતા અને નાની બહેન રહે છે. આ 4 બીએચકે ફ્લેટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ દિપીકા ઘરે નથી, તે શૂટિંગ માટે ઘરની બહાર છે.- બિલ્ડીંગમાં કેટલાક ઉદ્યોગપતિઓના પણ ફ્લેટ અને ઓફિસ છે.I am safe.Thank You everyone.Let us pray for our firefighters who are at site risking their lives...🙏🏽

ઘટનાની માહિતી મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા લોકોને જાણકારી આપવા માટે શેર કરી છે. બિલ્ડિંગની આસપાસ ઝૂંપડપટ્ટી પણ આવેલી છે. આ વિસ્તારમાં ટ્રાફિક પણ ખાસ્સો રહે છે, તેમજ સમગ્ર વિસ્તાર અતિ ગીચ પણ છે. તેની આસપાસ સ્લમ એરિયા પણ આવેલો છે.


જો કે આગનું કારણ જાણવા નથી મળ્યું પરંતું માલ મત્તાને ખાસુ નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.