નવા કેપ્ટનને યોગ્ય સમય મળી રહે તે માટે કેપ્ટન પદ છોડ્યુ હતુ

મારુ માનવુ છે કે ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા નવા કેપ્ટનને નવી ટીમ ઉભી કરવા પુરતો સમય મળવો જરુરી : ધોની
By: admin   PUBLISHED: Thu, 13 Sep 2018 22:57:54 +0530 | UPDATED: Thu, 13 Sep 2018 22:57:54 +0530

પૂર્વ કેપ્ટન ધોનીએ કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે પોતાના મગજનો હથિયારના રુપમાં ખૂબ જ ઉપયોગ કરતો હતો. ૨૦૧૭માં ધોનીએ વન-ડે અને ટી-૨૦માં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો સાફ કર્યો.

ધોનીનું કેપ્ટન પદ પરથી હટવુ ભારતીય પ્રશંસકો માટે એક મોટા ઝટકા સમાન હતુ. તેના કેપ્ટન પદેથી હટ્યા બાદ આખરે કેમ તેણે આ પદ છોડ્યુ તે પણ એક સવાલ ઉભો થયો હતો. ત્યારે આખરે ધોનીએ આ મામલે પોતાનુ મૌન તોડ્યુ છે. મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યુ કે, મેં કેપ્ટનશીપ એટલા માટે છોડી કારણકે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પુરતો સમય મળી રહે.

ધોનીએ વધુમાં જણાવ્યુ કે, નવા કેપ્ટનને યોગ્ય સમય આપ્યા વિના એક મજબુત ટીમની પસંદગી કરવી અશક્ય છે. મારુ માનવુ છે કે મેં યોગ્ય સમયે કેપ્ટન પદ છોડ્યુ. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતના ખરાબ પ્રદર્શન અંગે ધોનીએ જણાવ્યુ કે, પ્રેક્ટિસ મેચના અભાવના કારણે ભારતીય બેટ્‌સમેનોને અપમાનજનક પરિસ્થિતિમાંથી પસાર થવુ પડ્યુ.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.