મુંબઇ,
ટીવી સીરીયલ નાગિનથી ઘરે ઘરે જાણીતી
થયેલ અભિનેત્રી મૌની રોય બોલીવુડ ફિલ્મોમાં પોતાનુ નસીબ અજમાવી રહી છે. ગત મહિને
તેની ફિલ્મ ગોલ્ડ રીલીઝ થઈ હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો
હતો. તેની બોલીવુડ ફિલ્મોની લાંબી લિસ્ટ જોતા એવા અહેવાલ સામે આવ્યા હતા કે તે હવે
પછી ટીવી પડદે કદાચ નજરે નહીં પડે.
જોકે, મૌનીને ટીવી શોમાં જોવા માંગતા દર્શકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તે ટીવી શો શક્તિ-અસ્તિત્વ કે અહેસાસમાં સ્પેશિયલ અપિયરેન્સ તરીકે નજરે પડશે. માનવામાં આવી રહ્યુ છે કે શોમાં એક સ્પેશિયલ સીન શૂટ કરવામાં આવશે, જે ગણેશ ચતુર્થીના પ્રસંગ પર આધારીત હશે. આ સીન માટે મૌની રોય એક ગીત પર ડાન્સ કરતી જોવા મળશે. મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લૂકના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. જેમાં તે ગુલાબી રંગની ચણીયાચોળીમાં જોવા મળી રહી છે.