મોદી સરકારની આર્થિક નીતિ પ્રત્યે વધી નારાજગી

આરબીઆઈના સર્વેમાં સામે આવી વિગતો
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 21:52:00 +0530 | UPDATED: Fri, 15 Jun 2018 18:07:21 +0530

૨૦૧૪, હાલના સર્વેમાં મોટુ અંતર, ૪૮ ટકા લોકોનુ માનવુ છે કે એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ

ભારતીય રીઝર્વ બેંકના સર્વે મુજબ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારથી લોકોને પોતાની અપેક્ષાઓ પુરી થતી નથી દેખાતી. સર્વેની માનીએ તો અચ્છે દિનના પોતાના ચુંટણી સુત્ર છતા ગ્રાહકોમાં વર્તમાન આર્થિક સ્થિતિને લઈ નિરાશાની સ્થિતિ જોવા મળી રહી છે જે વધી રહી છે.

આરબીઆઈ તરફથી મે ૨૦૧૮માં કરવામાં આવેલ કન્ઝ્‌યુમર કોન્ફિડેન્સ સર્વે મુજબ  નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા હતા, તે સમયના મુકાબલે અત્યારના દિવસોમાં ગ્રાહકોમાં ભારે નિરાશાની સ્થિતિ જોવા મળી છે. હાલના સર્વેની જુન ૨૦૧૪માં કરાયેલ સર્વે સાથે સરખામણી કરવામાં આવે તો ઈકોનોમીને લઈને ગ્રાહકોની દ્રષ્ટિકોણમાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો, તેઓ સરકારની નીતિઓથી નિરાશ જોવા મળી રહ્યા છે. તે સમયે પીએમ મોદીને દેશની સત્તા સંભાળે એક મહિનો પણ નહતો થયો. હાલના સર્વે મુજબ ૪૮ ટકા લોકો એવુ માને છે કે ગત એક વર્ષમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. જોકે ૩૧.૯ ટકા લોકો માને છે કે આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો છે.

આ રીતે જોવામાં આવે તો મોદી સરકારની આર્થિક નીતિઓને લઈ સરકારની રેટીંગ -૧૬.૧ છે. જોકે જુનમાં થયેલ સર્વેનુ તારણ -૧૪.૧ હતુ, જે આજના મુકાબલે થોડુ સારુ હતુ. આ આંકડાથી ખબર પડે છે કે ૨૦૧૪ની સરખામણીએ લોકોની સંખ્યા વધી છે, જે માને છે કે આર્થિક સ્થિતિ પહેલા કરતા ખરાબ થઈ છે. એટલુ જ નહીં નોકરી મોરચે પર પણ સરકારે લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો છે. રોજગારી મોરચે નિરાશાની સ્થિતિ વધી છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.