RTI ક્ષેત્રમાં BCCI: નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જશે COA

બીસીસીઆઈને આરટીઆઈના ક્ષેત્રમાં બીજી વખત વિચાર કર્યા સિવાય લાવવુ મુશ્કેલ છે : સીઓએના સૂત્ર
By: admin   PUBLISHED: Tue, 09 Oct 2018 19:57:58 +0530 | UPDATED: Tue, 09 Oct 2018 20:00:08 +0530

બીસીસીઆઈ પણ સુયના આયોગ સામે પડશે

બીસીસીઆઈ કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઈસી)ના આદેશ અંતર્ગત આરટીઆઈના દાયરામાં લાવવાના નિર્ણયને લઈને પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ કોર્ટ જવાનો નિર્ણય લીધો છે. આ વાતની ચર્ચા સીઓએની ગત સપ્તાહે યોજાયેલ બેઠકમાં જ થઈ હતી. બીસીસીઆઈએ પણ સૂચના આયોગના આ નિર્ણયને પડકાર આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, બીસીસીઆઈએ સીઓએ પર પણ બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. સીઓએના સભ્યોનું હવે કહેવુ છે કે સૂચના આયોગને પોતાના નિર્ણય પર પુર્નવિચાર કરવુ જોઈએ કારણકે આરટીઆઈના ક્ષેત્રમાં આવવાથી ક્રિકેટર્સની વાતો અને રમત દરમિયાન લેવામાં આવેલ નિર્ણયોનો ખુલાસો કરવો પડી શકે છે.

સીઓએના સુત્રોએ જણાવ્યુ કે, બીસીસીઆઈને આરટીઆઈના ક્ષેત્રમાં બીજી વખત વિચાર કર્યા સિવાય લાવવુ મુશ્કેલ છે. બીસીસીઆઈ સભ્યોએ જણાવ્યુ કે, આની પાછળ તર્ક એ આપવામાં આવી રહ્યો છે કે, એક સામાન્ય ક્રિકેટનો પ્રશંસક ભારતીય ક્રિકેટનો સૌથી મોટો સ્ટોકહોલ્ડર છે અને તેને બીસીસીઆઈના તમામ પ્રક્રિયાઓની સમજણ હોવી જોઈએ પરંતુ એવુ નથી કે બીસીસીઆઈ હવે એ પણ બતાવશે કે કોઈ ખેલાડીને પસંદ કરવા કે ન કરવાનુ કારણ શું હતું. મહત્વનુ છે કે, કેન્દ્રીય સુચના આયોગે આદેશ આપ્યો હતો કે, ભારતીય ક્રિકેટ બોર્ડ હવે સૂચનાના અધિકાર અંતર્ગત કામ કરશે અને આની ધારા અંતર્ગત દેશના લોકોના પ્રત્યે જવાબદાર રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.