સેનાનુ રાજનીતિકરણ થઈ રહ્યુ છે તેને બંધ કરો : રાવત

સેના રાજનીતિથી અલગ રહે તે લોકશાહી માટે જરૂરી છે, આર્મ ચીફે સેના જવાનને જુના નિયમો યાદ અપાવ્યા
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:16:39 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:16:39 +0530

સેના પ્રમુખ બિપીન રાવતનુ સ્પષ્ટ નિવેદન

સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે સેનામાં થઈ રહેલ રાજનીતિને લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે પહેલાના સમયમાં એવી પ્રથા હતી કે સેનામાં મહિલાઓ અને રાજકારણ અંગે ક્યારેય ચર્ચા કરવામાં આવતી નહતી. ત્યારે આગળ પણ આ પ્રથા અમલી રહે તે લોકશાહી માટે જરૂરી છે. બિપીન રાવતે જણાવ્યુ હતું કે આજકાલ અમને જોવા મળ્યુ છે કે સૈન્ય દળોનુ રાજનીતિકરણ થઈ રહ્યુ છે. પરંતુ સેનાને રાજકારણથી દૂર રાખવી જોઈએ.

આર્મી પ્રમુખ રાવતે જણાવ્યુ હતું કે સેના ધર્મ નિરપેક્ષ રીતે કામ કરે છે. આપણે એક લોકશાહી દેશ છીએ. અમારી પાસે રાજકીય હસ્તક્ષેપ ન કરવાની આશા રાખવામાં આવે છે. પરંતુ દેશના મોટા સૈન્ય દળોનુ રાજનીતિકરણ થઈ રહ્યુ છે ત્યારે દેશના સુરક્ષાદળો રાજનીતિથી દૂર રહેશે તો જ તેઓ યોગ્ય રીતે કામ કરી શકશે. રાવતે જણાવ્યુ હતું કે, જુના સમયમાં સેનામાં એક નિયમ હતો કે સૈનિકો વચ્ચે ક્યારેય મહિલાઓ અને રાજકારણ અંગે ચર્ચા થતી જ નહીં. પરંતુ સમય જતા જતા આ નિયમ પણ નબળો પડ્યો છે. ત્યારે સેનાએ ફરી પોતાના આ જુના નિયમ અંગે વિચાર કરવો જોઈએ.

જવાનોએ પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ કે તેઓ રાજકારણથી પોતાને દૂર રાખી શકે. કેટલાક પત્રકારોએ જ્યારે સેના પ્રમુખ રાવતને આ નિવેદનનો અર્થ પુછ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે, નિવેદન બિલકુલ સ્પષ્ટ હતુ. તેમણે આ વિશે વધુ કંઈ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો.  રાવતે આ કાર્યક્રમમાં વધુ એક વાત રજુ કરી હતી કે પાકિસ્તાનમાં આતંકીઓ ચુંટણી લડી રહ્યા છે પરંતુ ભારતમાં આતંકીઓએ ચુંટણી લડવી હોય તો પહેલા હિંસા છોડે અને આત્મસમર્પણ કરવુ પડશે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.