Wednesday,19 September 2018,09:19:06

મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં સ્વામી અસિમાનંદ સહિત તમામ આરોપીને નિર્દોષ છોડતી કોર્ટ

પુરાવાના અભાવે હૈદરાબાદની કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડ્યા
By: Monika Vyas   PUBLISHED: Mon, 16 Apr 2018 13:42:11 +0530 | UPDATED: Tue, 17 Apr 2018 15:56:09 +0530


હૈદરાબાદ

હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 11 વર્ષ બાદ આજે નિર્ણય આવ્યો હતો. આ મામલે હૈદરાબાદના નમ્માપલ્લીની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની કોર્ટે આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને સબૂતનો અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. નિર્ણય સંભળાવવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓ આ મામલે મુખ્ય આરોપીઓમાંથી એક હતા.

આરોપીઓના વકિલ જેપી શર્માએ જણાવ્યું હતું કે તેમના અસીલ પર જે આરોપ લગાવવામાં આવ્યાં હતા તેમાં કોર્ટને પુરાવા મળી આવ્યા નહોતા.જેના કારણે તેમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.

18 મે, 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 9 લોકો માર્યા ગયા હતા, તેમજ 58 લોકો ઘાયલ થયા હતા. બાદમાં પ્રદર્શનકારીઓએ પર થયેલી પોલીસ ફાયરિંગમા પણ કેટલાક લોકો માર્યા ગયા હતા.  આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની શરૂઆતની તપાસ પોલીસે કરી હતી. તેના બાદ આ કેસ સીબીઆઈ ટ્રાન્સફર કરી દેવાયો હતો. બાદમાં 2011માં તેને એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ 160 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં 54 સાક્ષી ફરી ગયા હતા.

આ કેસમાં લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફ નબા કુમાર સરકાર,દેવેન્દ્ર ગુપ્તા,ભરત રાતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.બે આરોપીઓ સંદીપ ડાંગે અને રામચંદ્ર કલસાંગરા ફરાર હતા,જ્યારે સંજય જોશી નામના આરોપીનું મોત થયું હતું.

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.