નેશનલ સ્પોટ્‌સ નિરીક્ષક પદેથી સુશીલનુ રાજીનામુ

રમત-ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહે રાજીનામાનો સ્વીકાર કરી બન્ને ખેલાડીઓની સેવા બદલ આભાર માન્યો
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 15:02:36 +0530 | UPDATED: Thu, 07 Dec 2017 15:02:36 +0530

બોક્સર એમસી મેરીકોમ બાદ હવે સુશીલનુ રાજીનામુ

સ્ટાર બોક્સર એમસી મેરીકોમ બાદ હવે ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલકુમારે પણ નેશનલ સ્પોટ્‌સ નિરીક્ષકના પદેથી રાજીનામુ આપી દીધુ છે. ૩૪ વર્ષીય સુશીલ કુમાર એ ૧૨ રાષ્ટ્રીય નીરિક્ષકો પૈકી એક હતો જેને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તત્કાલિન રમત-ગમત મંત્રી વિજય ગોયલે  નિયુક્ત કર્યા હતા.  જોકે ત્યારબાદ રાજ્યવર્ધનસિંહ રાઠોડ રમત-ગમત મંત્રી બનતા તેમણે નવો નિયમ અપનાવ્યો છે જે મુજબ જે ખેલાડી અત્યારે સ્પોટ્‌સમાં સક્રિય હોય તે નિરીક્ષકની ભૂમિકામાં રહી શકશે નહીં. જેના પગલે બોક્સર એમસી મેરીકોમ અને સુશીલકુમારે પોતાના પદ પરથી 

રાજીનામુ આપી દીધુ છે. કારણકે આ બન્ને ખેલાડી પોતપોતાના સ્પોટ્‌સમાં અત્યારે સક્રિય છે, જેના કારણે હિતોના ટકરાવનો મામલો બને છે. રમત-ગમત મંત્રાલયે બન્નેના રાજીનામા પણ સ્વીકારી લીધા છે. દેશના રમત ગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે સુશીલકુમાર અને મેરીકોમનો તેમની સેવા બદલ આભાર માન્યો છે.

રાઠોડે જણાવ્યુ છે કે, રાજીનામુ આપ્યા બાદ પણ સરકાર તેમના અનુભવનો લાભ લેવાનુ ચાલુ રાખશે. રાઠોડે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, હવેથી આ પદ માટે કોઈ વર્તમાન ખેલાડીના નામનો વિચાર પણ કરવામાં આવશે નહીં.  

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.