બજારમાં હાહાકાર: શેરબજારમાં 1,000નો કડાકો,ડોલર સામે રૂપિયો 74.44 પહોંચ્યો

ભારતનું શેરબજાર માર્કેટ અને ડોલર સામે રૂપિયાની ધોવાણ સતત ચાલુ રહ્યું
By: Monika Vyas   PUBLISHED: Thu, 11 Oct 2018 11:19:34 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 11:19:34 +0530

મુંબઇ

 ભારતનું શેરબજાર માર્કેટ અને ડોલર સામે રૂપિયાની ધોવાણ સતત ચાલુ રહ્યું છે.શેરબજારમાં ગુરૂવારે ઓપનિંગ ટ્રેન્ડમાં સેન્સેક્સમાં 1,000 પોઇન્ટ્સનો કડાકો નોંધાયો હતો. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ 9 પૈસા ઘટીને 74.44ની સપાટીએ પહોંચી ગયો છે.

માર્કેટના નિષ્ણાતો કહે છે કે ડોલર સામે રૂપિયાનું ધોવાણ થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ઉત્પાદનોની હાલત ખરાબ થઇ શકે છે. ભારતીય રૂપિયાની અસ્થિરતા 7.2 ટકા પર પહોંચી ગઈ છે કે ત્રણ વર્ષમાં સૌથી ઊંચી છે.

શેરબજાર અને રૂપિયાનું ધોવાણ થતાં ભારતના માર્કેટની હાલત ખરાબ થઇ છે.લાંબા સમય બાદ સેન્સેક્સ 34,000 પોઇન્ટની નીચે આવી ગયો હતો. ગુરૂવારે સવારે 9.25 વાગ્યે BSE સેન્સેક્સ 1029.23 પોઈન્ટ્સના જંગી ધોવાણ સાથે 33,731.86 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 306.50 પોઈન્ટ્સના તોતિંગ કડાકા સાથે 10,153.60 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ શરૂઆતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી-50માં 263.45 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે અને 10,196.65ના સ્તર પર બિઝનેસ શરૂ કર્યો છે.

આજે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક (4.98 ટકા), VEDL (4.42 ટકા), SBIN (4.42 ટકા), ટાટા સ્ટીલ (3.50 ટકા), મારુતિ (3.50 ટકા), ભારતી એરટેલ (3.38 ટકા)નો સમાવેશ થાય છે જ્યારે ONGCના શેર્સ 1.48 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.