સ્ત્રી-પુરુષવાળો પ્રેમ મારા નસીબમાં જ નથી : મનીષા

ફરી કોઈ ખોટા સંબંધમાં પડવા કરતા સારુ છે કે હું આ કડવા સત્યને સ્વીકારી લઉ : મનીષા કોઈરાલા
By: admin   PUBLISHED: Tue, 12 Jun 2018 15:47:32 +0530 | UPDATED: Tue, 12 Jun 2018 15:47:32 +0530

સંજૂ ફિલ્મની અભિનેત્રીનુ નિવેદન

બોલીવુડ અભિનેતા સંજય દત્તની બાયોપિક સંજૂમાં તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી નરગીસ દત્તનો રોલ ભજવી રહેલ અભિનેત્રી મનીષા કોઈરાલાનુ કહેવુ છે કે તે હવે રોમેન્ટીક પ્રેમની રાહ નથી જોતી. મનીષા કોઈરાલાનુ કહેવુ છે કે, કદાચ સ્ત્રી-પુરુષવાળો પ્રેમ મારા નસીબમાં જ નથી. સારુ છે. ફરી કોઈ ખોટા સંબંધમાં પડવા કરતા  સારુ છે કે હું આ કડવા સત્યને સ્વીકારી લઉ. હું ક્યારેય કોઈ પુરુષને મને દુઃખી કરવાની મંજુરી નહીં આપુ.

કેંસરથી લડ્યા બાદ નવી જિંદગી મેળવનાર મનીષાએ જણાવ્યુ કે, ભલે મારી ખાનગી જિંદગી હોય કે મારુ કરીયર, હું હવે આ સમયમાં કોઈ ખોટી સ્થિતિનો સામનો નહીં કરી શકુ. મને ભગવાને બીજી વખત જીવવાની તક આપી છે.

સંજૂ ફિલ્મમાં કેંસર રોગીનુ પાત્ર ભજવી રહેલ મનીષાએ જણાવ્યુ કે, આ સરળ નહતુ. એ દર્દ, પરેશાની અને પીડાને ફરી જીવવુ સરળ નહતુ. નરગીસજીનુ પાત્ર ભજવવા માટે ખૂબ જ આત્મિક શક્તિની જરુર હતી, પરંતુ આખરે અંતમાં બધુ કામ આવ્યુ કારણકે નરગીસજી એક પ્રતિષ્ઠિત પ્રતિભા હતી. મેં ફિલ્મમાં તેમના પાત્રને જીવવાનો પ્રયત્ન કર્યો છે.

મહત્વનુ છે કે, ફિલ્મ સંજૂમાં રણબીર કપુરે સંજય દત્તનુ પાત્ર ભજવ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.