મણિપુરમાં જમીન ધસી પડતા ૯ લોકોના કરુણ મોત

મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં અલગ-અલગ ૩ સ્થળે જમીન ધસી પડી : ઉત્તરાખંડના ટિહરીમાં પણ ભૂસ્ખલન
By: admin   PUBLISHED: Wed, 11 Jul 2018 23:56:41 +0530 | UPDATED: Wed, 11 Jul 2018 23:56:41 +0530

મૃતકોમાં ૭ બાળકોનો સમાવેશ

મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં અલગ-અલગ ૩ જગ્યાએ જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર  સુધી ૯ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોમાં ૭ બાળકો સામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડના ટિહરીમાં બે જગ્યાએ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે અને પિથોરાગઢમાં એક બ્રિજ ધોવાઈ ગયો હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી માહિતી મુજબ, તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે. આ જમીન ધસી પડવાની ઘટનામાં ૯ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ સરકારી તંત્ર દ્વારા ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વહિવટી તંત્ર દ્વારા લોકોને ઘટના સ્થળેથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.

મહત્વનુ છે કે તામેંગલાંગ પહાડી વિસ્તાર છે અને અહીં ઘણી વખત આવી રીતે ભૂસ્ખલનની ઘટનાઓનુ જોખમ સતત રહેતુ હોય છે. જ્યારે ઉત્તરાખંડના ટિહરીમાં નેશનલ હાઈવે ૯૪ પર ભૂસ્ખલનની ઘટના બાદ ચંબા અને ઋષિકેશ વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે આ માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત ટિહરી જિલ્લામાં જ અન્ય એક સ્થળે જમીન ધસી પડવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.