કલાકારો મને તેમની સાથે સંબંધ બનાવવા માટે કહેતાઃ મલ્લિકા

મને ફિલ્મોમાંથી એટલા માટે બહાર કરી દેવામાં આવી કારણકે મેં ઈન્ટિમેંટ થવાની ના પાડી : મલ્લિકા શેરાવત
By: admin   PUBLISHED: Wed, 04 Jul 2018 17:26:11 +0530 | UPDATED: Wed, 04 Jul 2018 17:26:11 +0530

બોલ્ડ અભિનેત્રીનુ બોલ્ડ નિવેદન

ઘણી વખત એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની હકીકત કે તેના પાસાઓથી દર્શકો રુબરુ નથી થઈ શક્તા.  ફિલ્મી દુનિયામાં કલાકારો પણ  કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યા હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આવા જ એક અનુભવનો શિકાર મલ્લિકા શેરાવત થઈ હોવાનો ખુલાસો ખૂદ અભિનેત્રીએ કર્યો છે.

ફિલ્મી પડદે પોતાના બોલ્ડ સીનથી દર્શકોને ચોંકાવનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતનુ કહેવુ છે કે આ છબીની એક કિંમત હોય છે.  નિર્દેશક, સહ કલાકાર સહિત તમામને લાગતુ હતું કે હું સરળતાથી સમજુતિ કરી લઈશ, પણ એવુ થયુ નહીં.

૨૦૦૪માં આવેલ ફિલ્મ મર્ડરથી મોટા પડદે બોલ્ડ સીનનો પર્યાય બની ચુકેલ મલ્લિકાનું કહેવુ છે કે આ છબિથી લોકોને મારા ચારિત્ર્ય પર ટિપ્પણી કરવાની તક મળી ગઈ. મારા પર ઘણા પ્રકારના આરોપ લાગ્યા. જો મોટા પડદે તમે શોર્ટ સ્કર્ટ પહેરો છે, કિસીંગ સીન કરો છો તો તમને અનૈતિક મહિલા સમજી લેવામાં આવે છે.  મને ફિલ્મોથી એટલા માટે બહાર કરી દેવામાં આવી કારણકે મારા સાથી કલાકારો મને કહેતા હતા કે તુ મારી સાથે સંબંધ કેમ નથી બનાવતી?

મલ્લિકાએ જણાવ્યુ કે, હું તેમની સામે ઈંટિમેન્ટ થવાનો ઈન્કાર કરતી હતી જેથી મને ફિલ્મોથી બહાર કરી દેવામાં આવી.

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.