રતનપોળ, સારંગપુર સહિતના દબાણો હટાવવાની કામગીરી

પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનના અધિકાર, કર્મચારીઓ દ્વારા જે તે વિસ્તારમાં દબાણ દૂર કરાયા હતા
By: admin   PUBLISHED: Thu, 09 Aug 2018 22:21:14 +0530 | UPDATED: Thu, 09 Aug 2018 22:21:14 +0530

આઠમા દિવસે પણ તંત્રનુ ચાલ્યુ બુલ્ડોઝર

અમદાવાદમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ આજે પણ યથાવત રહી છે. છેલ્લા ૭ દિવસથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજે શહેરના સારંગપુર, કાગડાપીઠ, નારોલ, ખાડિયા, કાંકરીયા સહિતના વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દબાણ પર બુલ્ડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં લાગ્યા હતા.  જ્યાં ટ્રાફિકના નિયમનનુ ભંગ કરતા હોય તેવા વાહનચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

રતનપોળળ કાપડ મહાજનના પ્રમુખ અને ખજાનચીએ વેપારીઓ માટે એક સર્ક્યુલર જારી કર્યો હતો. જેમાં વેપારી જોગ સુચના આપી હતી કે આપણા બજારના તમામ દુકાનના બોર્ડ જે પણ શટરની બહાર હોય તેને જાતે ઉતારી લેવા. જો સરકારી કામગીરી થશે તો તેનો ચાર્જ પણ લાગશે અને નુકશાન પણ ભોગવવાનો વારો આવશે. તો તમામ વેપારીઓએ પોતાના બોર્ડ ઉતારી લેવા.

મહત્વનુ છે કે શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોટ વિસ્તારના અતિસંવેદનશીલ ગણાતા ભઠિયાર ગલી, ઢાલગરવાડ, પાનકોરનાકા, ત્રણ દરવાજા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિ અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા પાંચ કલાક સુધી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.