૩૬ વર્ષ બાદ પાક જેલથી છુટી ભારત પરત ફરશે ગજેન્દ્ર

ગજેન્દ્રને પાકમાં ૨ મહિનાની જેલ થઈ હતી,પરંતુ કોઈ વકિલ ન હોવાથી તેણે ૩૬ વર્ષ જેલમાં જ કાઢી નાંખ્યા
By: admin   PUBLISHED: Fri, 10 Aug 2018 13:12:31 +0530 | UPDATED: Fri, 10 Aug 2018 21:16:02 +0530

૧૩ ઓગસ્ટે જેલમાંથી છુટશે જયપુરનો ગજેન્દ્ર

રાજસ્થાનની રાજધાની જયપુરના રહેવાસી ગજેન્દ્ર શર્માએ વર્ષ ૧૯૮૨માં જ્યારે પોતાનુ ઘર ચોડ્યુ હતુ, ત્યારે તે ૪૦ વર્ષના હતા. તે સમયે તેમનો એક ખુશહાલ પરિવાર હતો અને તે બે બાળકોના પિતા પણ હતા. ત્યારે હવે ગજેન્દ્ર ૩૬ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરશે તો પોતાના પૌત્ર-પૌત્રીઓને મળશે. ગજેન્દ્રએ પોતાની જિંદગીના આ ૩૬ વર્ષ ક્યાંય બીજે નહીં પણ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા.

ચાલુ વર્ષે મે મહિનામાં જ એ વાતની જાણ થઈ છે કે ગજેન્દ્ર પાકિસ્તાનના કોટ લખપત જેલ, લાહોરમાં બંધ છે. એવામાં તેમના છુટકારા માટે તેમના પરિવારજનો દ્વારા દિવસ-રાત એક કરી દેવામાં આવ્યો. આખરે તેમની મહેનત રંગ લાવી છે અને ગજેન્દ્ર ૧૩ ઓગસ્ટના રોજ જેલથી છુટવા જઈ રહ્યા છે. ગજેન્દ્રની પત્ની મખની દેવી અને તેમનો નાનો પુત્ર મુકેશ દિલ્હીમાં વીકે સિંહને પણ મળ્યા હતા.

મુકેશે જણાવ્યુ કે, અમને લોકોને બતાવવામાં આવ્યુ છે કે મારા પિતા ૧૩ ઓગસ્ટના રોજ જેલથી છુટશે. અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે તે ઘરે કે પોતાના દેશ સ્વતંત્રતા દિવસ પહેલા આવી જાય. ગજેન્દ્રના પરિવારજનો તેમના વતન પરત ફરવાને લઈ ખુબ જ ખુશ છે અને તેમના સ્વાગત માટે એક મોટા કાર્યક્રમનુ આયોજન કરવામાં લાગી ગયા છે.

જયપુરના સાંસદ રામચરણ બોહરાએ જણાવ્યુ કે, અમને પંજાબમાં છપાયેલ એક અહેવાલથી ખબર પડી કે ગજેન્દ્ર પાકિસ્તાનની જેલમાં બંધ છે પરંતુ તે જેલ સુધી કઈ રીતે પહોંચ્યા તે અંગે કોઈ સ્પષ્ટ વાત સામે આવી નથી.તેના પરિવારજનો મારી પાસે આવ્યા. ખબર પડી કે તેને પાકિસ્તાનમાં બે મહિનાની જેલ થઈ છે પણ કોઈ વકિલ ન હોવાના કારણે તેણે પોતાના ૩૬ વર્ષ પાકિસ્તાનની જેલમાં કાઢી નાખ્યા.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.