લોન ડિફોલ્ટર બિલ મામલે સરકાર પોતાની જાળમાં ફસાઈ

ડિફોલ્ટર કંપનીઓને ફરી પ્રમોટરને સોંપાય તો લોકો વચ્ચે ખોટો મેસેજ જશે -ન સોંપાય તો નાની કંપનીને નુકશાન
By: admin   PUBLISHED: Mon, 04 Dec 2017 12:13:32 +0530 | UPDATED: Wed, 06 Dec 2017 16:56:12 +0530

મુદ્દાને રાજકીય બનાવવા જતા સ્થિતિ વણસી

લોન ડિફોલ્ટરો પર લગામ લગાવવા ઈન્સોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ વિધેયક લાવીને મોદી સરકાર પોતાની જાળમાં ફસાઈ ગઈ છે. જે રીતે વિજય માલ્યા જેવા લોન ડિફોલ્ટરો અને તેને મદદ કરનાર સરકારી એજન્સીઓ દ્વારા  કાર્યવાહીને લઈને એક માહોલ ઉભો થયો છે.  તેનાથી લોકો વચ્ચે એવો સંદેશ ગયો છે કે ભલે મોડા તો મોડા પણ પૈસા લઈને ભાગનાર લોકો સામે કાર્યવાહી જરૂર થવી જોઈએ. તેમજ સરકાર અને આરબીઆઈએ પણ કદાચ પ્રથમ વખત કોર્પોરેટ લોબીની લોનને રીકવર કરવા આટલી મહેનત કરી છે.

પરંતુ બિનજવાબદારી રીતે અપાયેલ આ લોનનુ ઠિકરુ કોંગ્રેસ પર ફોડીને તેનો રાજકીય લાભ લેવાના ચક્કરમાં ભાજપે આ મુદ્દાને રાજકીય બનાવી દીધો છે.  જેના કારણે સત્તાધારી પાર્ટી હવે આ મુદ્દામાં ફસતી જોવા મળી રહી છે. મુદ્દો રાજકીય બનવાના કારણે રાજ્યસભામાં હવે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ સમર્થન આપે તેવી શક્યતા નહિવત થઈ ગઈ છે.  તેમજ જો મોદી સરકાર આ બિલમાં કંઈ સુધારો લાવવાનો પ્રયત્ન કરશે તો તેનો રાજકીય રીતે ખોટો મેસેજ જશે.

પ્રસ્તાવિત એક્ટ અંતર્ગત જો ઈન્સોલ્વેંસી પ્રોસેસનો સામનો કરી રહેલ આ કંપનીઓને ફરી પ્રમોટરના હાથમાં સોંપવામાં આવશે તો તેનો લોકો વચ્ચે ખૂબ જ ખોટો મેસેજ જશે, તેનુ મુખ્ય કારણ એ છે કે, લોન ડિફોલ્ટર કંપનીઓની ખરાબ હાલત માટે મોટાભાગે તેના પ્રમોટરો જ જવાબદાર છે. સરકારની મુશ્કેલી એ છે કે જો રેજોલ્યુશન પ્રોસેસ દરમિયાન આ પ્રમોટરો પર પ્રતિબંધ મુકી દેવામાં આવે તો અનેક નાની-મોટી કંપની પર તેની ગંભીર અસર થઈ શકે છે. ઓમ બન્ને બાજુ સરકાર ફસાતી નજરે પડી રહી છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.