સેક્સી સ્ટાર લીઝા રે મુખ્ય રોલ વાળી ફિલ્મો નહીં કરે

સરોગેસી મારફતે બે જોડવા બાળકોની માતા બની ચુકી
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 16:24:45 +0530 | UPDATED: Thu, 10 Jan 2019 16:24:45 +0530

સહાયક અભિનેત્રીની ભૂમિકા અદા કરી શકે

ભારતીય-કેનેડિયન અભિનેત્રી લીઝા રે હવે બોલિવુડની ફિલ્મોમાં વધારે કામ કરવા માટે ઇચ્છુક નથી. તેની પાસે નવા પ્રોજેક્ટ પણ આવી રહ્યા નથી. તેનુ કહેવુ છે કે તે હવે સહાયક અભિનેત્રીવાળા રોલ કરવા માટે જ ઇચ્છુક છે. ૪૬ વર્ષની વયમાં પણ પોતાની ખુબસુરતીને ટકાવી રાખનાર લીઝા રે મુળભૂત રીતે કેનેડિયન સ્ટાર છે. જો કે તે કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કરી ગઇ હતી. તેની છાપ સેક્સી સ્ટાર તરીકે ઉપસી હતી. હાલમાં તે કેટલાક પુસ્તક લખી રહી છે.

આ પુસ્તક હવે વર્ષ ૨૦૧૯માં ગરમીની સિઝન સુધી બજારમાં આવે તેવી શક્યતા છે. તેનુ કહેવુ છે કે લાઇફના તમામ અનુભવને તે એક પુસ્તકમાં રજૂ કરવા માટે ઉત્સુક છે. લીઝા રેએ હાલમાં જ સરોગેસીના માધ્યમથી જોડકા બાળકોને જન્મ આપી પોતાના ચાહકોની સાથે સાથે તમામ બોલિવુડ સાથીઓને પણ ચોંકાવી ચુકી છે. પોતાની આત્મકથા લખતી વેળા તે હજારો અનુભવમાંથી પસાર થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે લાંબા સમયથી આના પર કામ કરી રહી હતી.

પોતાના જોડકા બાળકને જન્મ આપ્યા બાદ તે તેના ત્રીજા બાળક તરીકે છે. તેનુ પુસ્તક બજારમાં વહેલી તકે આવે તેમ તે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મજબુત સમર્થન વિના પ્રમાણિક રીતે પોતાની રીતે પટકથા સાંભળી લેવાની વાત સરળ હોતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રકારનુ પુસ્તક પોતાની રીતે અલગ પ્રકારનુ રહેશે. લીઝા રે પોતાની લાઇફમાં કેન્સરની સામે પણ જોરદાર લડાઇ લડી ચુકી છે. તેમાંથી તે સફળ રીતે બહાર આવી છે. બીજી બાજુ તે વિતેલા વર્ષોમાં સેક્સી સ્ટાર તરીકે રહી હતી. તે મહેશ ભટ્ટની ફિલ્મ કસુરમાં સેક્સી રોલમાં નજરે પડી હતી. જેમાં તે આફતાભ સાથે નજરે પડી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.