ચુંટણીની મહેફીલ માટે લવાતો ૩૦ લાખનો દારુ ઝડપાયો

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવનાર હતો સપ્લાય :એક વ્યક્તિની ધરપકડ
By: admin   PUBLISHED: Thu, 07 Dec 2017 13:59:41 +0530 | UPDATED: Fri, 08 Dec 2017 00:16:08 +0530

અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયો દારુ

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઈને માહોલ ગરમાયેલો છે ત્યારે ચુંટણીમાં મહેફિલ જમાવવા માટે મોટાપાયે વિદેશી દારુની પણ ઘુસણખોરી કરાવવામાં આવી રહી છે. ત્યારે આબુ રોડ નજીક આવેલ અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાઈ રહેલ દારુ ભરેલ કન્ટેનરને ઝડપી પાડ્યુ હતું. તેમજ આ કન્ટેનરમાંથી અંદાજે ૩૦ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પગલે મોટાપાયે દારુની ઘુસણખોરી થવાની હોવાના અહેવાલના પગલે પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યુ હતું. દરમિયાન પોલીસને બાતમી મળી તી કે, રાજસ્થાનથી દારુનુ કન્ટેનર ભરેલ ટ્રક અમીરગઢ ચેકપોસ્ટથી ગુજરાતમાં ઘુસવાની છે.

ત્યારે પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ પર બંદોબસ્ત  ગોઠવીને આ દારુ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યુ હતું. તેમજ ધર્મારામ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આ દારુનો જથ્થો અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.

પોલીસે વિદેશી દારુની બોટલ ભરેલ  ૮૫૨ પેટીઓ કબજે કરી છે. જેની બજાર કિંમત અંદાજે ૩૦ લાખથી પણ વધુ થાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને દારુનો જથ્થો ક્યાં ક્યાં પહોેંચાડવાનો હતો અને કોણે મંગાવ્યો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

શું તમને લાગે છે કે હાર્દિક પટેલની રેલી-સભાઓને નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.