ચાર જજોએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ પર કેવા સનસનીખેજ આરોપો લગાવ્યા,વાંચો

ચાર જજોએ પત્ર લખીને ચીફ જસ્ટીસ પર આરોપો મુક્યા
By: Monika Vyas   PUBLISHED: Fri, 12 Jan 2018 16:17:39 +0530 | UPDATED: Sat, 13 Jan 2018 13:54:53 +0530


 અમદાવાદ 

સુપ્રિમ કોર્ટના ચાર જસ્ટીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે. શુક્રવારે કરેલી આ પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ મદન અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.આ ચારેય જસ્ટીસે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસને સાત પાનાનો પત્ર લખ્યો છે જે મીડીયામાં જાહેર કરવામાં આવ્યો છે. 

આ પત્રમાં સુપ્રિમ કોર્ટમાં કેસોની ફાળવણી અંગે ચારેય જજોએ નારાજગી વ્યક્ત કરી છે. જજોનો આરોપ છે કે ચીફ જસ્ટિસ કેટલાક ગંભીર કેસો ખાસ બેંચ અને જજોને જ ફાળવે છે. દેશ અને સુપ્રિમ કોર્ટ માટે અગત્યના કેસોને ચીફ જસ્ટીસે પોતાની પસંદની બેન્ચને સોંપી દીધા છે.આપણે આનાથી બચવું જોઇએ.

જજોએ પત્રમાં એવો આરોપ લગાવ્યો છે કે એવા પણ કેટલાક કેસ છે જેનું દેશમાં ખાસ્સુ મહત્વ છે પરંતુ ચીફ જસ્ટિસે આ કેસને તાર્કિક આધારના બદલે પોતાની પસંદગીને બેંચને સોંપી દીધા છે. આ પ્રેક્ટિસ કોઇ પણ કિંમતે રોકવી જરુરી છે.

આ પત્રમાં જજોએ લખ્યું છે કે  ‘સામાન્ય સિદ્ધાંત છે કે ચીફ જસ્ટિસની પાસે રોસ્ટર તૈયાર કરવાનો અધિકાર હોય છે અને તે નક્કી કરે છે કે કંઇ બેન્ચ અને જજ કયા કેસની સુનવણી કરશે. જો કે આ દેશનું ન્યાયશાસ્ત્ર છે કે ચીફ જસ્ટિસ તમામ બરાબરના જજોમાં પ્રથમ હોય છે, નહીં કે તે કોઇનાથી મોટા કે કોઇનાથી નાના હોય છે./

તેમણે વુધુમાં લખ્યું છે કે, અમે ખુબ જ દુખ સાથે આ મુદ્દો આપની સમક્ષ ઉઠાવવા માગીએ છીએ. કોર્ટના કેટલાક નિર્ણયથી સમગ્ર વ્યવસ્થા ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે એટલા માટે અહીં કેસની જાણકારી વિસ્તૃત નથી આપી તેમજ નામોલ્લેખ નથી કર્યો. કેમ કે પહેલાથી જ કેટલીક બાબતોના કારણે સુપ્રીમ કોર્ટની છબીને નુકસાન પહોંચી ચૂક્યું છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

સુપ્રિમ કોર્ટના 4 જસ્ટીસએ મીડીયાને કરેલું સંબોધન ન્યાયીક પ્રણાલી માટે યોગ્ય છે?

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.